આ સમગ્ર બાબતે પોરબંદરના ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી એ. જી રાઠોડે જણાવ્યું હતું કે, બાળકીના મૃત્યુ અંગે તપાસ ચાલી રહી છે. બાળકીનો મૃતદેહ જામનગર પોસ્ટર્મોટમ અર્થે મોકલવામાં આવ્યો છે. રસીકરણ અભિયાન અંતર્ગત વિસ્તારના અનેક બાળકોને રસીકરણ કરવામાં આવ્યું છે. ત્યારે અન્ય બાળકોમાંથી કોઈ ફરિયાદ આવી નથી.
આથી પોસ્ટમોટમ રિપોર્ટ આવ્યા બાદ જ બાળકીનું રસીકરણથી મૃત્યુ થયું છે કે કેમ, તેનો ખ્યાલ આવશે.