- પોરબંદરમાં વાવાઝોડાની આગાહીના કારણે ખેડૂતોને સતર્ક રહેવા સૂચના
- 160થી 170 કિલોમીટરની ઝડપે પોરબંદરમાં વરસાદની આગાહી કરાઈ
- પશુઓ અને ખેડૂતોને પાક સુરક્ષિત સ્થળે રાખવા સૂચના આપી દેવાઈ
- હવામાન વિભાગની સૂચના અંતર્ગત પોરબંદરના બંદર પણ 3 નંબરનું સિગ્નલ લગાવાયું
- ઓડિશા અને પંજાબથી NDRFની 2 ટિમ 3 કલાકે જામનગર આવશે
પોરબંદરઃ એક તરફ કોરોનાના સંકટ સામે ગુજરાત લડી રહ્યું છે, તો બીજી તરફ ગુજરાતમાં તૌકત વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે ત્યારે પોરબંદરના દરિયાકિનારે 170ની ઝડપે પવન ફૂંકાતા ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને અનેક માધ્યમો દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને તથા જર્જરિત જેવા મકાનોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ ગુજરાત પર 'તૌકતે' વાવાઝોડાના જોખમના પગલે 14 જિલ્લાઓને એલર્ટ કરાયા
ખેડૂતોને પોતાનો પાક સુરક્ષિત સ્થળે રાખવા સૂચના અપાઈ
ખેતીવાડી અધિકારી પરમારના જણાવ્યાનુસાર, પોરબંદરના ખેતીવાડી વિભાગ દ્વારા ગ્રામસેવકો મારફતે ખેડૂતોને વાવેલો પાક જો કાપણી માટે તૈયાર હોય તો કાપી લેવો તથા ખૂલ્લામાં રાખવામાં આવેલા પાકને સુરક્ષિત જગ્યાએ રાખવા તથા માર્કેટિંગ યાર્ડમાં પણ આવેલા અનાજના જથ્થાને સુરક્ષિત જગ્યાએ રાખવાની સૂચના આપી હતી. આ ઉપરાંત તમામ ખેડૂતોને પોતાના પશુઓને સલામત સ્થળે સ્થળે રાખવાની સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાનું જોખમ: સજ્જતા અંગે વડાપ્રધાનની મહત્વપૂર્ણ બેઠક
પોરબંદરના દરિયા વિસ્તારના 30 ગામોને એલર્ટ કરાયા
વહીવટી તંત્ર દ્વારા અધિકારી ઓ સાથેની મિટિંગ યોજાઈ હતી, જેમાં આગામી સમયમાં વાવાઝોડું આવવાનું હોવાથી પોરબંદરના દરિયા વિસ્તારના 30 ગામોને એલર્ટ કરાયા છે અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા તથા જર્જરિત મકાનમાં રહેતા લોકોને સ્થળાંતર કરવા જણાવાયું છે આ ઉપરાંત વીજ પુરવઠો પણ ખોરવાઇ અને તંત્ર દ્વારા પુરતી વ્યવસ્થા ઊભી કરવામાં આવે તથા દવાનો જથ્થો પૂરતી માત્રામાં ઉપલબ્ધ રાખવા સૂચના આપવામાં આવી છે.
ઓડિશા અને પંજાબથી NDRFની ટીમ આવશે
ગુજરાતમાં ગીર સોમનાથ, દ્વારકા, જામનગર અને પોરબંદરમાં વાવાઝોડાને લઈને કોઈ પણ મોટી આફત આવે તેની સામે રેસ્ક્યૂ માટે ઓરિસ્સા અને પંજાબથી NDRFની ટીમ આજે 3:00 જામનગર એરપોર્ટ પર પહોંચી જશે, જેને લેવા માટે પોરબંદરથી વ્યવસ્થા કરવામાં આવી છે અને જો જરૂર પડે તે સ્થળે NDRFની ટીમ મોકલવામાં આવશે.
2 નંબરનું સિગ્નલ લગાવાયું, માછીમારો ને દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગ દ્વારા પોરબંદરના બંદર ખાતે 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને જેનાથી સૂચિત કરવામાં આવે છે કે આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદ તથા પવનની ગતિમાં વધારો થશે તેથી લોકોને તથા માછીમારોને સુરક્ષિત રહેવાની સૂચના આ દ્વારા આપવામાં આવે છે. તંત્ર દ્વારા માછીમારોને દરિયામાંથી પરત બોલાવી લેવામાં આવ્યા છે અને માછીમારોની બોટ પોરબંદરના બંદર પર પાર્ક કરી દેવામાં આવી છે.