- પોરબંદરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ)ની પરીક્ષા માટે કેન્દ્ર ફાળવાયું
- વિદ્યાર્થીઓએ હવે પોરબંદરની બહાર પરીક્ષા આપવા નહીં જવું પડે
- 7 ફેબ્રુઆરીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષા લેવામાં આવશે
પોરબંદરઃ પોરબંદર જિલ્લામાં સીએની પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્ર શરૂ થયું હોવાથી વિદ્યાર્થીઓમાં રાહત જોવા મળી રહી છે. કારણ કે, પહેલા વિદ્યાર્થીઓએ સીએની પરીક્ષા આપવા માટે અમદાવાદ, જામનગર, રાજકોટ જવું પડતું હતું. આ ઉપરાંત ટ્રાવેલિંગ અને એકોમોડેશન માટેની વ્યવસ્થા સહિત અનેક મુશ્કેલી પડતી હતી. એટલે જ વિદ્યાર્થીઓને રાહત મળે તે માટે પોરબંદરમાં જ વિદ્યાર્થીઓ હવે સીએની પરીક્ષા આપી શકશે. પોરબંદરની બહાર જવાના કારણે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવામાં તકલીફ પડતી હતી, પરંતુ હવે ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ ઈન્ડિયા દ્વારા પોરબંદરમાં ચાર્ટડ એકાઉન્ટન્ટની પરીક્ષાનું કેન્દ્ર ફાળવણી કરતા વિદ્યાર્થીઓએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.
કોરોના કાળના કારણે અનેક વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી હતી અને નવેમ્બર 2020માં યોજાયેલી ચાર્ટર્ડ એકાઉન્ટની પરીક્ષા ન આપી શક્યા હતા. આથી ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ ઈન્ડિયા દ્વારા પોરબંદરને સેન્ટર ફાળવવામાં આવતા 60 વિદ્યાર્થીઓ જાન્યુઆરી 21થી 7 ફેબ્રુઆરી સુધી યોજાયેલા પરીક્ષા આપી રહ્યા છે. પોરબંદરમાં રહીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષા માટે કેન્દ્રની ફાળવણી કરવામાં આવી તે ગૌરવની વાત કહી શકાય વધુમાં વધુ આ ક્ષેત્રમાં પણ યુવાનો કારકિર્દી ઘડે તેવા પ્રયાસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.