રાણાવાવ તાલુકાના રાણાખીરસરા ગામે પ્રથમ વરસાદમાં જ ઇયળ જોવા મળી રહી છે. જેનાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે.જેથી તંત્ર દ્વારા કોઈ ચોક્કસ પગલાં લેવામાં આવે અને દવાનો છંટકાવ કરી ઇયળનો નાશ કરવામાં આવે તેવી માગ ઉઠી છે.
ઇયળથી ત્રાહિમામ પોકારી અનેક લોકોએ ઘર ખાલી કરી અન્ય સ્થળે રહેવા જતાં રહ્યા છે. ત્યારે, લોકોને આરોગ્યની તકેદારી આરોગ્ય વિભાગ કેવી રીતે કરે છે તે જોવાનું રહ્યું છે.