પોરબંદર: કોરોના જયારથી આવ્યો છે ત્યાર થી લોકો નાની બિમારી હોય કે મોટી બિમારી હોય સીધા તબીબ પાસે પહોંચી જતા હોય છે. પરંતુ તમે જયાં સારવાર લેવા જઇ રહ્યા છો તે જ બોગસ તબીબ નિકળે તો? એટલે કે તમે તમારી તબિયતની ચિંતા કરીને તબીબ પાસે જાવ તો છો પરંતુ ધણી વખત બોગસ ડોક્ટરના કારણે તમારા આરોગ્ય સાથે ચેડા થતા હોય છે. સરકાર સતત આવા બોગસ તબીબ વિરુદ્ધ કાર્યવાહી કરતી આવી છે. આમ છતાં પણ રાજયમાં બોગસ તબીબ મળી આવે છે. જેની સીધી અસર લોકોના આરોગ્ય પર પડે છે. લોકોના જીવ સાથે ખેલતો આવો જ એક બોગસ તબીબ પોરબંદરમાંથી ઝડપાયો છે.
મેડિકલ ડીગ્રી: કોઈ પણ જાતની મેડિકલ ડીગ્રી વગર સારવાર કરતો હતો. પોરબંદરના કુતિયાણા તાલુકાના ખાગશ્રી ગામની મેનબજારમાં નારણભાઈ સાજણભાઈ ડેર ઉંમર વર્ષ 45 નામનો શખ્સ બોગસ તબીબ લોકોને રમાડતો હતો ઉલ્લું. કોઈ પણ જાત ની લાયકાત વગર તબીબ તરીકે મેડિકલ પ્રેક્ટિસ કરું દર્દીઓ ને દવાઓ આપતો હતો. પોલીસે તેની પાસેથી અલગ અલગ જાતની કેપસ્યુલ તથા ઇન્જેક્શન વગેરે દવાઓ તથા મેડિકલ તપાસણીમાં વપરાતા સાધનો મળી કુલ કિંમત રૂપિયા 1, 18,493 ના મુદામાલ સાથે પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો Porbandar Accident : ધોરી માર્ગ પર કાર બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, ચારના મૃત્યુ
બાતમીના આધારે તપાસ: પોલીસે આગળની કાર્યવાહી કરી પોરબંદર પોલીસને બાતમી મળી હતી. પોરબંદર નજીકના ખાગેશ્રી ગામે એક વ્યક્તિ બોગસ તબીબ બનીને અનેક લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહ્યો છે. અને દવા વેચી રહ્યો છે. બાતમી ના આધારે ખાગેશ્રી ગામેં થી પોલીસે એક બોગસ તબીબ ને તબીબી મુદામાલ સાથે ઝડપી લીધો છે. આ આગાઉ પણ આ જ બોગસ તબીબ પકડાયો હતો.
બીજી વાર ઝડપાયો: પોરબંદરના ખાગેશ્રી ગામે થી પોલીસે પકડેલ નારણ સાજણભાઈ ડેર ને ડીગ્રી વગર દર્દીઓને તપાસતો અને દવા આપતો. પોલીસે તપાસ માં જાણવા મળ્યું હતું કે આ આગાઉ પણ આ જ શખ્સ ને એક વાર પોલીસે ઝડપેલો હતો. છતાં વાંદરો ગુલાંટ મારતા ન ભૂલે તેમ ફરી થી બોગસ તબીબનો ગોરખ ધંધો શરૂ કરતા પોલીસ ઝપટે ચડ્યો હતો. કુતિયાણા પોલીસ સ્ટેશન માં ગુજરાત પ્રેક્ટિસનલ એક્ટ 1963 કલમ 30 મુજબ ગુન્હો નોંધાયો છે.
આ પણ વાંચો Porbandar Crime News : બોખીરામાં ફાયરિંગ કેસમાં એક વ્યક્તિની ધરપકડ, ભૂંડના ઇજારાનો ડખો
અધિકારીઓ હાજર રહ્યા: કામગીરીમાં રોકાયેલ પોલીસ સ્ટાફ ખાગશ્રી ગામે બોગસ તબીબ ને ઝડપી પાડવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ ના પી આઈ એચ બી ધંધાલીયા તથા એ એસ આઈ કેબી ગોરાણીયા,એમ એચ બેલીમ,હેડ કોન્સ્ટેબલ સરમણ ભાઈ સવદાસભાઈ,રવિન્દ્ર ચાઉ, હરદાસ ગરચર ,મોહિત ગોરાણીયા ,સમીર જૂનેજા વિપુલ બોરીયા ,ભીમા દેવા ભાઈ વગેરે હાજર હતા.