પોરબંદરઃ જિલ્લામાં કોરોના મહામારી દરમિયાન રાષ્ટ્રની સેવાર્થે શિક્ષકદિન નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર, શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે સગર્ભા બહેનો, થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને ઈમરજન્સી સારવાર માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં કલેક્ટર મોદી, જિલ્લા વિકાસ અધિકારી અડવાણી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કણસાગરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે રક્તદાતાઓને બિરદાવ્યા હતા. આ તકે આ કેમ્પમાં વિશેષ યોગદાન આપવા બદલ અનુજાતિ/જનજાતીના શિક્ષકોની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી. પોરબંદર અને શાળા વ્યવસ્થાપન સમિતિનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 101 બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું.