- થેલેસિમિયા પીડિત બાળકોને લોહી પૂરું પાડવા પોરબંદરમાં રક્તદાન કેમ્પ યોજાયો
- અનેક લોકોએ બ્લડ ડોનેશન કરી માનવતા મહેકાવી
- થેલેસીમિયા પીડિત બાળકોને બ્લડની હંમેશા જરૂર હોય છે
પોરબંદરઃ શહેરના ખારવા ચિંતન સમિતિ દ્વારા બ્લડ ડોનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાગ લઇ માનવતા મહેકાવી હતી અને રક્તદાન કરવા બદલ પ્રમુખે દરેકનો આભાર માન્યો હતો.
રક્તદાન કરી માનવતા મહેકાવી
બ્લડ ડોનેશન કેમ્પના આયોજક ખારવા ચિંતન સમિતિના પ્રમુખ જીવનભાઈ જુંગીએ જણાવ્યું કે, આ બ્લડ ડોનેશન કેમ્પનો મુખ્ય હેતુ થેલેસીમિયા પીડિત બાળકોને બ્લડની જરૂરિયાત કોઈ પણ સમયે હોય છે. ત્યારે તેમને મદદરૂપ થવા માટેનો આ કેમ્પ યોજવામાં આવ્યો છે. આ કેમ્પમાં તમામ ખારવા સમાજના આગેવાનો અને અનેક લોકોએ બ્લડ ડોનેશન કરી માનવતા મહેકાવી છે. આ રીતે તમામ લોકો સહયોગ આપતા રહે તેવી વિનંતી ખારવા ચિંતન સમિતિના પ્રમુખે કરી હતી.