ETV Bharat / state

Biparjoy Cyclone : પોરબંદરમાં વાવાઝોડામાં સ્થળાંતરિતો માટે 5000 ફૂડ પેકેટ બનાવાયાં, ધાર્મિક સંસ્થાઓ આગળ આવી - ફૂડ પેકેટ

પોરબંદર સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોના લોકો માટે ફૂડ પેકેટ બનાવવામાં આવી રહ્યાં છે. બિપરજોય વાવાઝોડામાં સ્થળાંતરિત આશ્રિતો માટે 5000 ફૂડ પેકેટ બનાવાયા છે.

Biparjoy Cyclone : પોરબંદરમાં વાવાઝોડામાં સ્થળાંતરિતો માટે 5000 ફૂડ પેકેટ બનાવાયાં, ધાર્મિક સંસ્થાઓ આગળ આવી

author img

By

Published : Jun 14, 2023, 5:15 PM IST

5000 ફૂડ પેકેટ બનાવાયા

પોરબંદર : સૌરાષ્ટ્રમાં આફતના સમયે અનેક ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાઓ આગળ આવતી હોય છે. ત્યારે આજે બિપરજોય વાવાઝોડાના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી સ્થળાંતર કરવામાં આવેલા લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા પોરબંદર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે કરવામાં આવી રહી છે.

શિક્ષકો પણ જોડાયાં : પોરબંદરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુકુળ ખાતે આજે વાવાઝોડામાં અસરગ્રસ્ત પરિવારો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે. આશરે 5,000 જેટલા ફૂડ પેકેટ બનાવવામાં આવી રહ્યા છે. જેના માટે ગાંઠિયા અને બુંદીના પેકેટો બનાવવામાં આવી રહ્યા છે. સ્વામિનારાયણ ગુરુકુળના ફૂલ તથા કોલેજના સ્ટાફના શિક્ષકો અને પ્રિન્સિપાલો આ કાર્યમાં જોડાયા છે.

પોરબંદર સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા જરૂર પડ્યે તંત્રની સૂચના મળશે તો સાંજના ખીચડી શાક અને રોટીના ભોજનની તૈયારી પણ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે કરવામાં આવશે....સ્વામી ભાનુપ્રકાશ સ્વામી(સ્વામિનારાયણ ગુરુકુળના સંચાલક)

297 આશ્રય સ્થાનોમાં 2000થી વધુ લોકોનું સ્થળાંતર : પોરબંદર જિલ્લામાં વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને લઈ તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રહેતા 2000થી પણ વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને 297 જેટલા આશ્રયસ્થાનો પર વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ચાર સાયકલોન સેન્ટરમાં પણ આશ્રિતોને રાખવામાં આવ્યા છે. આશ્રિતોને માટે રહેવા અને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પણ ફૂડ પેકેટની મદદ કરવામાં આવી છે. પોરબંદરની અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ ફૂડ પેકેટ બાબતે તૈયારી રાખી છે.

800 ફૂડ પેકેટ પહોંચાડાયા : જિલ્લામાં સ્થળાંતર થયેલી એક પણ વ્યક્તિ ભોજન વગર ન રહે તે માટે માઈક્રો લેવલનું પ્લાનિગ કરવામાં આવ્યું છે. જેને પોરબંદર જિલ્લાના ગામડાઓમાં સરપંચો અને ગ્રામ્ય અગ્રણી દ્વારા સંકલન કરવામાં આવ્યું છે. રેવન્યુ,પોલીસ, પંચાયત નગરપાલિકા તંત્ર અને ધાર્મિક સંસ્થાઓનો તેમજ સામાજિક સંસ્થાઓ, સંગઠનનો અભૂતપૂર્વ સહયોગ મળી રહ્યો છે. સંસ્થાઓ દ્વારા અપાયેલા 400 ફૂડ પેકેટ વન વિભાગ મારફતે બરડાના નેસમાં પહોંચાડી પણ દેવાયાં છે. તો રાણાવાવ નગરપાલિકા અને પોરબંદર નગરપાલિકા વિસ્તારમાં 800 ફૂડ પેકેટ પહોંચાડાયા છે.

ફૂડ પેકેટમાં શું છે વ્યવસ્થા : ગ્રામ્ય વિસ્તારમાં પહોંચાડાયેલા બુંદી ગાંઠિયા મોહનથાળ અને સૂકો નાસ્તો ફૂડ પેકેટમાં અપાયો હતો. સંસ્થાઓ દ્વારા ગરમ ભોજન સ્થળાંતરિત કરાયેલા લોકોને અપાઇ રહ્યું છે. કલેકટર કે.ડી લાખાણીના માર્ગદર્શનમાં જિલ્લા પુરવઠા અધિકારી હિરલ દેસાઈ તેમજ પુરવઠા તંત્ર,ગ્રામ્ય કાર્યકરો મામલતદાર તંત્ર, પંચાયત તમામ વિભાગોના કર્મચારીઓ કાર્યકરો તેમજ સેવાભાવી અગ્રણીઓ દ્વારા સંકલનથી કામગીરી કરાઇ રહી છે.

  1. Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડાના અસરગ્રસ્તો માટે રાજકોટની સ્વૈચ્છિક સંસ્થાઓની મદદ, દ્વારકા અને જામનગર ફૂડ પેકેટ મોકલશે
  2. Cyclone Biparjoy : પોરબંદરમાં મહાકાય વૃક્ષ ધરાશાયી, બે વીજ પોલ પડતાં હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાયો
  3. Cyclone Biparjoy : વાવાઝોડની આફત સામે ETV Bharatનો અબડાસાના દરિયાથી ગ્રાઉન્ડ રીપોર્ટ, જૂઓ હાલની સ્થિતિ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.