- પાલિકા દ્વારા પકડાયેલા ગૌધનને ઓડદરની ગૌશાળામાં મોકલાય છે
- પાણી અને ઘાસચારો ન મળતો હોવાનો પશુ પ્રેમીઓએ કર્યો આક્ષેપ
- જવાબદાર અધિકારીઓ પર કડક કરવાની માંગ કરાઈ
પોરબંદર: શહેરમાં રસ્તે રખડતા ગૌધનને પાલિકા દ્વારા પકડી ઓડદરની ગૌશાળામાં મુકવામાં આવે છે પરંતુ છેલ્લા 10 દિવસથી 5થી પણ વધુ સંખ્યામાં ગૌધનનું મૃત્યુ થતા બર્ડ એન્ડ એનિમલ ગ્રુપ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને આથી આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ગાયના પોસ્ટમોટમ રિપોર્ટ કઢાવવામાં આવ્યા છે. જેથી આ ગાયના મૃત્યુ કઈ રીતે થયું છે તે અંગે વિગતો બહાર આવે છે.
વધુ વાંચો: બનાસકાંઠાની ગૌરવ સમાન કાંકરેજી ગાયના દૂધ પ્રત્યે ઉદાસીન વલણ
ગાયને પાણી અને ઘાસચારો ન અપાતો હોવાનો આક્ષેપ
પોરબંદર નજીક આવેલી ઓડદરની ગૌશાળામાં પીવાના પાણી અને ઘાસચારાના અભાવે ગૌધનનું મૃત્યુ થયું હોવાનો આક્ષેપ ગ્રુપ ઓફ બર્ડ એન્ડ એનિમલના સભ્ય ભીમાભાઈએ કર્યો હતો અને આ બાબતે પોલીસ મથકે પણ અરજી આપવામાં આવી છે. નગરપાલિકાના જવાબદાર અધિકારી અને કર્મચારીઓ પર કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી. જ્યારે મૃત પશુઓના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે મૃત્યુ કઈ રીતે નિપજ્યું છે.
વધુ વાંચો: બોલો લ્યો : રાજ્યમાં વર્ષ 2017થી સપ્ટેમ્બર 2020 સુધી 154 ગાય અને 365 ભેંસની ચોરી નોંધાઇ