પોરબંદરઃ કોરોના વાઇરસના કારણે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા કરાયેલા સમગ્ર દેશમાં લોકડાઉનના કારણે દેશની અર્થવ્યવસ્થા પર અસર થઇ હતી. ત્યારે ગુજરાત રાજ્યના નાના વેપારીઓ, મધ્યમવર્ગના વ્યક્તિઓ, કારીગરો, શ્રમિકો જેવા નાના માણસો માટે રાજ્ય સરકારે મોટી યોજના આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત લાભાર્થીઓને લોન આપવામાં આવે છે. જે અંતર્ગત જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ, નાગરિક સહકારી બેંકો તથા શરાફી મંડળીઓ દ્વારા પોરબંદર જિલ્લાનાં 355 લાભાર્થીઓને 3.4 કરોડથી વધુ રકમની લોન મંજૂર કરવામાં આવી છે. તથા 311 લાભાર્થીઓને 2.70 કરોડથી વધુ રકમની લોન આપવામાં આવી છે. લાભાર્થી રજનીકાંતભાઇ મદલાણીએ કહ્યું હતું કે, રાજ્ય સરકારે 1 લાખની લોન મંજૂર કરીને અમારા ધંધામાં ઉજાસ પાથર્યો છે.
લાભાર્થી રાજેશભાઇ મદલાણીએ કહ્યું કે, 'ગુજરાત સરકારની આ યોજના થકી મને 1 લાખની લોન મંજૂર કરાઇ છે. લોકડાઉનના કારણે ધંધામાં મંદી આવી હતી. પરંતુ સંવેદનશીલ સરકાર અમારી મદદે આવતા ધંધો ફરી સારી ગતિ પકડશે.'
અન્ય લાભાર્થી રજનીકાંતભાઇએ કહ્યું કે, 'હું અનાજ કરિયાણાનો નાનો વેપારી છું. લોકડાઉનના કારણે ધંધો ધીમી ગતિએ ચાલતો હતો, જેથી પરિવાર પર આર્થિક મુશ્કેલીના વાદળો ઘેરાયા હતા. ત્યારે રાજ્ય સરકારે 1 લાખની લોન મંજૂર કરીને અમારા ધંધામાં ઉજાસ પાથર્યો છે.'
આ સંદર્ભે જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ એમ.એસ. લોખંડેએ કહ્યું કે, 'ગુજરાત રાજ્ય સહકારી બેંક લી. જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. તથા રાજ્યમાં આવેલ તમામ નાગરિક સહકારી બેંકો તથા ક્રેડીડ કો. ઓપરેટીવ સોસાયટીઝ દ્વારા આ યોજના હેઠળ લાભાર્થીઓને લોન આપવામાં આવે છે. લાભાર્થીઓને એક લાખ સુધીની લોન 8 ટકાના દરે આપવામાં આવે છે. જેમાંથી લાભાર્થીઓને સરકાર દ્વારા વાર્ષિક 6 ટકાના દરે વ્યાજ સહાય આપવામાં આવે છે. જ્યારે લાભાર્થીએ 2 ટકા વ્યાજ દરે ધિરાણ મળી રહેશે. તથા 1 લાખથી વધુ અને 2.50 લાખની મર્યાદામાં ધિરાણ આપવામાં આવે છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા વાર્ષિક 4 ટકા સહાય આપવામાં આવે છે.'
આમ કોરોના મહામારીના કારણે લોકડાઉનની પરિસ્થિતિએ નાના વેપારીઓ, શ્રમિકોને આર્થિક નુકસાન વેઠવું ન પડે અને ઠપ થયેલા તેમના ધંધા રોજગારમાં નવા પ્રાણ ફુંકાય તે માટે સરકાર દ્વારા અમલમાં મૂકેલી આ યોજનાનો જરૂરિયાતમંદ લાભાર્થીઓને લાભ મળી રહ્યો છે.
આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત પોરબંદર જિલ્લામાં 355 લાભાર્થીઓની 3.4 કરોડની લોન મંજૂર કરાઇ
કોરોના વાઇરસના કારણે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા કરાયેલા સમગ્ર દેશમાં લોકડાઉનના કારણે દેશની અર્થવ્યવસ્થા પર અસર થઇ હતી. ત્યારે ગુજરાત રાજ્યના નાના વેપારીઓ, મધ્યમવર્ગના વ્યક્તિઓ, કારીગરો, શ્રમિકો જેવા નાના માણસો માટે રાજ્ય સરકારે મોટી યોજના આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત લાભાર્થીઓને લોન આપવામાં આવે છે.