પોરબંદર : રાજ્યમાં દારૂબંધી હોવા છતા પણ દારૂ મળી આવતો હોય છે, ત્યારે જિલ્લામાં એક ઇસમ પાસેથી 15,300 રૂપિયાનો ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો.
જિલ્લામાં દારૂ જુગારને નાબૂદ કરવા માટે પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની દ્વારા મળેલી સુચના અન્વયે પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસને બાતમી મળેલી કે ભોદ ગામના કાદા વિસ્તારમાં નથુભાઈ સાજણભાઈ ઉલવા ઈંગ્લિશ દારૂની હેરાફેરી કરે છે. જેના આધારે તપાસ હાથ ધરતા બોટલ નંગ 51 કિમત રૂપિયા 15,300નો ઈંગ્લિશ દારૂ મળી આવતા રાણાવાવ પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાણાવાવ પોલીસે 51 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ સાથે એક શખ્સને દબોચ્યો - gujarat police
જિલ્લામાંથી રૂપિયા 15,300ની ઇંગ્લિશ દારૂની બોટલ સાથે એક ઇસમને રાણાવાવ પોલીસે ઝડપી પાડ્યો છે.