ETV Bharat / state

ગુજરાતની પ્રજાને મોતના મુખમાં મૂકી ભાજપ રાજધર્મ ભૂલી છે: મોઢવાડીયા

author img

By

Published : Apr 11, 2021, 4:56 PM IST

પોરબંદરમાં અર્જુન મોઢવાડિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે, ભાજપ પક્ષ રાજધાની ભૂલ્યો છે અને મુખ્યપ્રધાનને શાસન ચલાવતા ન આવડતું હોય તો રાજીનામું આપી દો તેમજ તેણે વધુમાં જણાવ્યું કે, સરકાર સર્વપક્ષીય મિટીંગ બોલાવે અને તેમાં કોંગ્રેસ લોકોની મદદ કરવા તૈયાર છે.

હોસ્પિટલમાં દર્દીઓ ઉભરાય છે, સ્મશાનમાં જગ્યા નથી

  • ગુજરાતમાં કોરોનાને લીધે સર્જાઇ વિકટ પરિસ્થિતિ
  • હોસ્પિટલમાં દર્દીઓ ઉભરાય છે, સ્મશાનમાં જગ્યા નથી
  • ચૂંટણી ટાણે રેલીઓ કાઢી ગુજરાતમાં ગરબા રમાડનારા પાટીલ પોતે જ સુપર સ્પ્રેડર છે: મોઢવાડીયા

પોરબંદર: ગુજરાતમાં હોસ્પિટલમાં બેડ નથી અને ઇન્જેક્શન નથી, ત્યારે સ્મશાનમાં લાંબી કતારો જોવા મળે છે. સ્મશાનમાં પણ વેઇટિંગ કરી રહ્યા છે, ત્યારે સી.આર.પાટીલ ગેરકાનૂની રીતે 5,000 ઈજેક્શન મેળવી ભાજપનો પ્રચાર કરી રહ્યા છે. જે ગેરકાનૂની છે અને તેઓ કોંગ્રેસને સવાલ કરે છે. આ બાબતે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, ભાજપ પક્ષ રાજધાની ભૂલ્યો છે અને મુખ્યપ્રધાનને શાસન ચલાવતા ન આવડતું હોય તો રાજીનામું આપી દો.

ચૂંટણી ટાણે રેલીઓ કાઢી ગુજરાતમાં ગરબા રમાડનારા પાટીલ પોતે જ સુપર સ્પ્રેડર છે: મોઢવાડીયા

આ પણ વાંચો: અધિકારીઓ આંકડાઓ છુપાવવા અંગેના સવાલ બાદ છટકબારી શોધી રહ્યા છે : કોંગ્રેસ

લોકોને મોતના મુખમાં ધકેલી દેવાનું કામ ભાજપે કર્યું છે

કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ 11 એપ્રિલે પોરબંદરમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપ પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતની પરિસ્થિતિ દિવસેને દિવસે વકરી રહી છે અને સરકાર દ્વારા અન્ય દેશોને વેક્સિન અને ઇન્જેક્શન આપવામાં આવી રહ્યા છે અને ભારતના નાગરિકો વલખા મારી રહ્યા છે. હોસ્પિટલમાં લાંબી કતારો લાગી છે અને સ્મશાનમાં કેપેસિટી નથી, ત્યારે ચૂંટણી સમયે ભાજપના આગેવાનો ઉત્સવોમાં વ્યસ્ત હતા. રેલીઓ કાઢી ગરબા કરાવ્યા હતા. હાલ આ પરિસ્થિતિએ ભાજપે દર્દીઓને મદદરૂપ થવું. તેના બદલે રાજધર્મ ચૂકી પોતે ઇન્જેક્શન મેળવી પોતાનો પ્રચાર કરી રહ્યા છે.

આ પણ વાંચો: ઇન્જેક્શન બાબતે ભાજપ રાજકારણ રમે છે, સી.આર.પાટીલની ધરપકડ કરવામાં આવે: અર્જુન મોઢવાડીયા

સર્વપક્ષીય બેઠક બોલાવો કોંગ્રેસ મદદ કરવા તૈયાર છે

મુંબઈના સચિન વાઝે સાથે પાટીલને સરખાવી જણાવ્યું હતું કે, પાટીલ કોઈને ગણકારતા નથી. દિલ્હીના પરમવીર સિંહો પાટીલ રોકે. ભાજપ સરકાર પાટીલને કેમ રોકતી નથી. સરકાર સર્વપક્ષીય મિટીંગ બોલાવે અને તેમાં કોંગ્રેસ લોકોની મદદ કરવા તૈયાર છે. આ ઉપરાંત વિજય રૂપાણીને પણ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, શાસન ચલાવતા ન આવડે તો રાજીનામું આપી દો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.