પોરબંદરઃ એક તરફ કોરોનાની મહામારી ફેલાઈ છે અને લોકડાઉનના કારણે ખેડૂતોને એરંડા, કપાસ અને ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતો સાથે કોંગ્રેસ કિસાન પ્રમુખ પાલ આંબલિયા રાજકોટ કલેકટર કચેરી માં PM કેર ફંડમાં ગઈ કાલે એરંડા કપાસ અને ડુંગળી જમા કરવા જતા પોલીસે તેની અટકાયત કરી હતી અને જામીન પર છોડયા હતા. ત્યારબાદ ફરી ફિગર પ્રિન્ટ લેવાના બહાને પોલીસે બોલાવી પાલ આંબલિયાને માર માર્યો હોવાનું અર્જુન મોઢવાડીયાએ પોલીસ અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જણાવ્યું હતુ.
તમામ જિલ્લાઓમાં અનેક પોલીસ અધિકારીઓ છે જે કોરોનાના નામે અનેક નિર્દોષોને માર મારે છે તેના પર પણ કડક કાર્યવાહી કરવા કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ જણાવ્યુ હતુ.