પોરબંદર જિલ્લાના આસપાસના જિલ્લામાંથી પડેલ વરસાદના કારણે તમામ ડેમો છલકાઈ ગયા છે અને ભાદર ડેમ છલકાતા તેનું પાણી કર્લી જળાશયમા થઈને પોરબંદર શહેરના મફતીયા પરા, પોરાઈ માં મંદિર વિસ્તાર તથા ખડપીઠ વિસ્તારો અને કુંભારવાડા સહિત ખારવા વાળમાં બંદર વિસ્તારમાં પાણીનો પ્રવાહ એકાએક બપોરના સમયે વધ્યો હતો અને લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા.
પરંતુ દર વર્ષે તંત્ર દ્વારા પાણી છોડવામાં આવે ત્યારે જાણ કરવામાં આવે છે અને સૂચના પણ આપવામાં આવે છે. પરંતુ આ વખતે કોઈપણ જાતની સૂચના વગર પાણી છોડવામાં આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે બંદરમાં પાર્ક કરેલી નાની બોટ જેને પીલાણા પણ કહેવાય છે તેવા દસેક બોટોને નુકસાન પણ પહોંચ્યું હતું. આ નુકસાનની જવાબદારી કોની વાતાવરણ ખરાબ હોવાને લીધે બંદરમાં અનેક બોટ અને પીલાણા પાર્ક કરવામાં આવ્યા છે તો મોટું નુકસાન ન થાઈ તે માટે આગમ ચેતી સ્વરૂપે સૂચના આપવા જણાવ્યું હતું.