- મા કાર્ડ મેળવવા માટે અનેક જરૂરિયાત મંદ લોકો ધક્કા ખાય
- પોરબંદરના આરોગ્ય વિભાગની બેદરકારી દેખાઇ
- મા અમૃતમ કાર્ડનું બોક્સ રસ્તે રઝળતા મડયા
પોરબંદર : જિલ્લામાં મા કાર્ડ મેળવવા માટે અનેક જરૂરિયાત મંદ લોકો ધક્કા ખાતા હોય છે. ત્યારે પોરબંદરના આરોગ્ય વિભાગે બેદરકારી દાખવવામાં આવી હોય તેવું જોવા મળી રહ્યું છે. આ તૈયાર કરેલા મા કાર્ડનું એક બોક્સ વાળી વિસ્તારમાં મળી આવ્યું હતું.
બોક્સ કઇ રીતે રસ્તા પર પડી ગયું અનેે આ બોક્સ લઈને કયો કર્મચારી નીકળ્યો હતો તે અંગે અનેક સવાલ ઉઠી રહ્યા છે. તંત્રને આ કાર્ડની કોઇ કિંમત ન હોય તેમ આ કાર્ડ રસ્તે રઝળતા હતા. એક જાગૃત નાગરિકે આરોગ્ય વિભાગમાં જાણ કરતા તાત્કાલિક આવીને બોક્સ લઈ જવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : આણંદ હાર્ટ હોસ્પિટલમાં 'મા કાર્ડ' પર થઈ માથાકુટ, ડૉકટરે કર્યો મીડિયા કર્મીઓ પર હુમલો