પોરબંદરઃ :ગાંધી વ્યક્તિ નહીં પણ વિચાર છે તેમનું જીવન એક સંદેશ રહ્યું છે અને તેમના પ્રયોગોથી અનેક લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે.. ઇતિહાસવિદ નરોત્તમ પલાણના જણાવ્યા અનુસાર તેઓ શાળામાં જતાં ત્યાં રેંટિયો આપવામાં આવતો અને આત્મનિર્ભર બનવા માટેનું શિક્ષણ અપાતું રેટિયામાંથી કાપડ કેમ બનાવવું તે શીખવવામાં આવતું. પોરબંદરમાં વિનોબા ભાવે આવ્યાં ત્યારે તેમની સાથે રહી સર્વોદયની ફેરીઓ કરી સ્વદેશી વસ્તુઓ વાપરવાનું લોકોને આહવાન પણ કર્યું હતું.
અનેક મુસીબતો પછી આપણો આત્મા જાગશે, આપણે આત્મનિર્ભર બનીશું અને ગાંધી યુગ ફરી આવશે આત્મનિર્ભરતાની વાત ગાંધીજી એ વર્ષો પહેલાં જ કરી છે .1909માં ગાંધીજીએ ખાદી અપનાવી અને 4 જૂન 1920માં ગાંધીજીના હસ્તે મુંબઈમાં અને બીજા દિવસે ગુજરાતમાં નડિયાદ ખાતે સ્વદેશી વસ્તુ માટે ખાદી ભંડારનો પ્રારંભ થયો હતો અને ત્યારે બાદ સ્વદેશી અભિયાન પ્રારંભ થયો અને તે સમયે સિંગર કાપડ સીવવાના સંચાની કમ્પની વિદેશી હતી તેનો પણ વિરોધ કરી ગાંધીજીએ ભારતીય બનાવટના સંચા બનાવવાનો આગ્રહ રાખ્યો હતો. કપાસ પણ પોતાની રીતે ઉત્પાદન કરી તેઓ કાપડ જાતે બનાવી શકે ત્યાં સુધીનો વિચાર ગાંધીજીએ આપ્યો હતો આમ લોકલથી વોકલ બનાવવાનો વિચાર ગાંધીજી એ જ રોપ્યો હતો. ગાંધીજીનો આ સિદ્ધાંત વડાપ્રધાન મોદી એ પણ અપનાવ્યો છે. આપણે કોરોનાના સંકટમાંથી બહાર નીકળીશું. ગાંધીજી પણ એક વાર કવોરન્ટીન થયાં હતાં અને ત્યારે ગુજરાતી શબ્દ વાપરતા કહ્યું હતું કે હું સૂતકમાં છું. ગાંધીજી જયારે પોરબંદરથી આફ્રિકા જતાં હતાં ત્યારે વહાણમાં રોકવામાં આવ્યાં હતાં. તે સમયે પ્લેગ રોગ વકર્યો હતો અને ભારતના લોકો આફ્રિકામાં આ રોગ લઈને આવે આથી ભારતથી આવતા લોકોને કવોરન્ટીન કરવામાં આવતાં હતાં. કોરોના જેવી ભયાનક બીમારી ઇતિહાસ માં ક્યારેય નથી જોઈ જેમાં વિશ્વમાં વધુ સંખ્યામાં લોકો મરી રહ્યાં છે તેમ નરોત્તમ પલાણે જણાવ્યું હતું.
ગાંધીજીએ પ્લેગ રોગ સમયે જણાવ્યું હતું કે સૌથી મોટી વસ્તુ માટી છે માટીથી હાથ ધોવા અને માટીથી નહાવું એવું કહેતાં. આ ઉપરાંત રાજીવ દીક્ષિત કે જેઓએ પણ સ્વદેશી અભિયાનને જાગૃત કર્યું હતું અને આ સ્વદેશી અભિયાનને વધુ પ્રેરિત કરવા વધુમાં વધુ લઘુ ઉદ્યોગના ઉત્પાદન વધે અને વેચાણ થાય તે માટે ઠેર ઠેર ખાદી ભંડારની સ્થાપના થવી જોઈએ. પોરબંદરના સ્વદેશી અભિયાન સાથે જોડાયેલ ડો સુરેખાબહેન શાહે પણ લોકોને સ્વદેશી વસ્તુઓ વાપરવાનો આગ્રહ કર્યો હતો.
ગુજરાતના ખ્યાતનામ કવિ ઉમાશંકર જોશીની પંક્તિઓ છે, જઈ નથી રહ્યો ગાંધી યુગ અનેક વિટમ્બણા પછી ગાંધી યુગ આવી રહ્યો છે