પોરબંદરઃ નશાબંધી સપ્તાહ-2020 અંતર્ગત પોરબંદર નશાબંધી અને આબકારીની કચેરી દ્વારા બરડાઇ બહ્મ સમાજની વંડી, સાંઇનાથ ચેરીટેબલ ટ્રસ્ટ રાણાવાવ ખાતે મહિલા સંમેલન યોજાયું હતું. જેમાં નશાબંધી વિષયક વકતૃત્વ સ્પર્ધા, નશાબંધી પ્રચાર પ્રદર્શન, નશાબંધી સાહિત્ય વિતરણ અને વ્યસન મુક્તિના શપથનો કાર્યક્રમ તેમજ કોવિડ-19 વાઇરસની મહામારીને ધ્યાનમાં રાખી માસ્ક વિતરણ અને સરકારની ગાઇડલાઇનના પાલન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં જુવેનાઇલ જસ્ટીસ બોર્ડના સભ્ય મિનલ બલભદ્ર, નશાબંધી અમલીકરણ સમિતિના સભ્ય નિમિષા જોષી, નશાબંધી ખાતાના અધિક્ષક પી.આર.ગોહિલ સહિત ઉપસ્થિત રહ્યા હતા.