પોરબંદરઃ વિશ્વભરમાં કોરોના વાઇરસે કહેર વર્તાવ્યો છે, ત્યારે આ કોરોના વાઇરસની સામે અનેક લોકો અલગ-અલગ રીતે પોતાની સેવા બજાવી રહ્યા છે. ઘણા લોકો તબીબી સેવા આપી રહ્યાં છે, તો ઘણા લોકો રક્ષક બની કોરોના વાઈરસને મહાત આપવા ઝઝૂમી રહ્યાં છે.
ભારતીય યુદ્ધ જહાજોમાં રોશની પ્રજ્વલિત કરી કોરોના વાઇરસને આપી અનોખી સલામી આવા તમામ લોકોને ભારતીય તટરક્ષક દળ તથા ભારતીય નેવી દ્વારા અનોખી રીતે આભાર માનવામાં આવ્યો હતો. જેમાં ભારતીય નેવી અને ભારતીય તટરક્ષક દળના યુદ્ધ જહાજોમાં રોશની પ્રજ્વલિત કરી કોરોના વોરિયર્સને સલામી આપવામાં આવી હતી.
ભારતીય યુદ્ધ જહાજોમાં રોશની પ્રજ્વલિત કરી કોરોના વાઇરસને આપી અનોખી સલામી ભારતીય યુદ્ધ જહાજોમાં રોશની પ્રજ્વલિત કરી કોરોના વાઇરસને આપી અનોખી સલામી ભારત દેશમાં દિવસેને દિવસે કોરોના વાઇરસના પોઝિટિવ દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે આ સમયમાં જીવના જોખમે તબીબો સેવા બજાવી રહ્યાં છે અને પોલીસકર્મીઓ સહિત અનેક લોકો અને દેશવાસીઓ ઘરમાં રહીને પણ સેવા કરી રહ્યાં છે. તમામ લોકો માટે એક જૂથ થઈને એકતાનો સંદેશો મળે તે માટે ભારતીય નેવી અને ભારતીય તટરક્ષક દ્વારા સમુદ્ર કિનારે તમામ યુદ્ધ જહાજોમાં રોશની પ્રગટાવી અનોખી રીતે કોરોના વાઇરસને સલામી આપવામાં આવી હતી. કોસ્ટગાર્ડના યુદ્ધ જહાજોને રોશનીથી શણગારવામાં આવ્યાં હતાં. જેનો આકાશી નજારો વીડિયોમાં જોઇ શકાય છે.