સામાન્ય શિક્ષણની સાથે આવી અનોખી પહેલ કરી વિદ્યાર્થીઓને સાચો માર્ગ બતાવનાર આ શિક્ષક ખરેખર મહાન છે. વિદ્યાર્થીઓ પણ તેમની હાથ નીચે અભ્યાસ મેળવી ગર્વ અનુભવે છે. અભ્યાસની સાથે બાળકોને સાચી દિશા બતાવવી તે ઉમદા કાર્ય છે અને આ કાર્ય જો શિક્ષણજગત સાથે જોડાયેલી તમામ સંસ્થાઓ મિશન બનાવી દે તો ખરેખર ભણતરનો સાચો અર્થ સાકાર થઈ શકે છે.
પોરબંદરની ધરતીમાં આજે પણ મહાત્મા ગાંધી સમાયેલા છે. ભારતે જેને બાપૂની ઉપાધી આપી છે, તે ગાંધીના વિચાર આજની યુવા પેઢીમાં પહોંચે તે ખૂબ જ જરૂરી છે. તેવા સમયે માત્ર શિક્ષક જ નહીં, પરંતુ બાળકમાં સંસ્કારનું સિંચન કરતાં વાલીઓએ પણ ગાંધીના વિચારોને સમજી પોતાના બાળક સુધી પહોંચાડવાની જરૂર છે.