ETV Bharat / state

ખેડૂત આંદોલનને સમર્થન માટે પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઇ - કૃષિ કાયદા

પોરબંદર : સમગ્ર દેશમાં સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા પર વિરોધ થઈ રહ્યો છે અને ખેડૂતો દ્વારા આ કૃષિ કાયદો નાબૂદ કરવા આંદોલન ચાલી રહ્યું છે. જેના સમર્થનમાં પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિએ કોંગ્રેસના પ્રદેશ નિરીક્ષક ભીખુભાઈ વારોતરિયા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, પરંતુ ભીખુભાઇ વારોતરિયા ઉપસ્થિત ન રહેતા આ કોન્ફરન્સ કોંગ્રેસના આગેવાન સામત ભાઈ ઓડેદરાએ યોજી હતી.

પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ
પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ
author img

By

Published : Dec 22, 2020, 3:48 PM IST

Updated : Dec 22, 2020, 4:42 PM IST

  • ખેડૂત આંદોલનને સમર્થન માટે પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિએ પ્રેસ કોન્ફરન્સ યોજી
  • ખેડૂત આંદોલનમાં ગુજરાતના ખેડૂતોઓ પણ જોડાયા
  • ખેડૂત આંદોલનને કોંગ્રેસે આપ્યું સમર્થન

પોરબંદર : ખેડૂતો ખેતી અને વેપારીઓને મોટી કંપનીઓના ગુલામ બનાવનારા આ ત્રણય કાયદા રદ્દ કરવાની માગ પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા 3 કૃષિ કાયદાનો વિરોધ થઈ રહ્યો છે અને ખેડૂતો દ્વારા આ કૃષિ કાયદા નાબૂદ કરવા આંદોલન ચાલી રહ્યું છે. જેના સમર્થનમાં પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસના પ્રદેશ નિરીક્ષક ભીખુ વારોતરિયા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ભીખુ વારોતરિયા ઉપસ્થિત ન રહેતા આ કોન્ફરન્સ કોંગ્રેસના આગેવાન સામત ઓડેદરાએ યોજી હતી.

ભાવિ પેઢીને ગુલામ બનતી અટકાવવા ખેડૂત આંદોલનને કોંગ્રેસે આપ્યું સમર્થન

આ પ્રેસ કોન્ફરન્સમાં પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રદેશ મંત્રી સામત ઓડેદરાએ જણાવ્યું હતુ કે, ખેડૂતો કે વેપારીઓની માગણીઓ ન હોવા છતાં મોટી કંપનીઓના લાભમાં ભાજપ સરકારે સંસદમાં ત્રણેય કાળા કાયદાઓ પસાર કર્યા છે. તેનાથી ખેડૂત, ખેતી અને નાના દુકાનદારોનો મૃત્યુઘંટ વાગવાનો છે. આથી આ ત્રણેય કાયદાઓ નાબૂદ થાય તે માટે દિલ્હી ખાતે ખેડૂત દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. જેમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના હજારો કલાકારો, સાહિત્યકારો, રમતવીરોએ પોતાને મળેલા ઇનામ અને એવોર્ડ પણ પરત કર્યા છે અને ખેડૂતો ખેતી અને વેપારીઓને મોટી કંપનીઓને ગુલામ બનાવનારા આ ત્રણેય કાયદા રદ્દ કરવાની માગણી સાથે પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના લાખો ખેડૂતોએ બે અઠવાડિયાથી દિલ્હીમાં ચક્કાજામ કરીને બેઠા છે. આ ઉપરાંત ભારતના દરેક રાજ્યમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. આ આંદોલનને નાના વેપારીઓ, ટ્રાન્સપોર્ટ વ્યવસાયિકોએ પણ સમર્થન જાહેર કર્યું છે. ત્યારે ગુજરાતના ખેડૂતોને નાના વેપારીઓ પણ પોતાના અસ્તિત્વને ભાવિ પેઢીના ગુલામ બનતા અટકાવવા કૃષિ કાયદાના વિરોધમાં કરવામાં આવી રહેલા ખેડૂત આંદોલનને કોંગ્રેસ દ્વારા સમર્થન આપી ખેડૂત આંદોલનમાં ગુજરાતના અનેક ખેડૂતો જોડાયા છે.

ખેડૂત આંદોલનને સમર્થન માટે પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઇ

Last Updated : Dec 22, 2020, 4:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.