ETV Bharat / state

પોરબંદર: બગવદરનો પોલીસ કોન્સ્ટેબલ 60 હજારની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયો - A police constable from Bagwadar was caught by the ACB taking a bribe of Rs 60,000

પોરબંદરના બગવદર પોલિસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે એક આરોપીને માર નહીં મારવાના અને જામીન પર છોડવા માટે રૂપિયા 60 હજારની માંગણી કરી હતી. આરોપીના મામાએ ACBને જાણ કરતા ACBએ કોન્સ્ટેબલને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો.

બગવદરનો પોલીસ કોન્સ્ટેબલ 60 હજારની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયો

author img

By

Published : Nov 18, 2020, 3:23 PM IST

  • પોરબંદરના બગવદર પોલિસ સ્ટેશનમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો
  • રૂપયા 60 હજારની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયો
  • માર નહીં મારવા અને જામીન પર છોડવા માટે લીધી લાંચ

પોરબંદર: પોરબંદરના બગવદર પોલિસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે એક આરોપીને માર નહીં મારવાના અને જામીન પર છોડવા માટે રૂપિયા 60 હજારની માંગણી કરી હતી. આરોપીના મામાએ ACBને જાણ કરતા ACBએ કોન્સ્ટેબલને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો.

બગવદરનો પોલીસ કોન્સ્ટેબલ 60 હજારની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયો
અમદાવાદ ACBએ ટ્રેપ ગોઠવી કોન્સ્ટેબલને ઝડપી લીધો પોરબંદર જિલ્લાના બગવદર ગામના પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ગુન્હામાં એક આરોપીની અટકાયત કરવામાં આવી હતી. જેમાં આ આરોપીને માર નહિ મારવા તથા જામીન પર છોડવા માટે બગવદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે 60,000ની લાંચ માંગી હતી. જેની જાણ આરોપીના મામાએ ACB કચેરીને કરતા બગવદર પોલીસ સ્ટેશનમાં છટકું ગોઠવ્યું હતું. જેમાં પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો.કોન્સ્ટેબલને ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.અમદાવાદ ACBએ ઓપરેશન સફળ રીતે પાર પાડ્યું બગવદર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રવિ ચૌહાણને ACB ફરિયાદ બાદ અમદાવાદ ACBની ટિમ પોરબંદરના બગવદર પોલીસ સ્ટેશનમાં દોડી ગઈ હતી અને કોન્સ્ટેબલને રંગે હાથ પકડવામાં ટ્રેપિંગ અધિકારી કે.પી. તરેટિયા અને સુપરવિઝન અધિકારી કે કે ડીડોડ સહિતના સ્ટાફે કોન્સ્ટેબલને પકડવામાં સફળતા મેળવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.