ETV Bharat / state

પોરબંદરમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાશે ચાર દિવસીય જન્માષ્ટમી મેળો - જન્માષ્ટમી

પોરબંદરઃ સૌરાષ્ટ્રભરમાં પોરબંદરનો મેળો ખૂબ જ પ્રખ્યાત છે. આ મેળામાં દૂર-દૂરથી અનેક પ્રવાસીઓ જન્માષ્ટમી દરમિયાન મેળાની મઝા માણવા આવે છે. દરિયાકિનારે યોજાતા આ મેળાનું ખાસ્સુ આકર્ષણ હોય છે. સામાન્ય રીતે મેળો હોય ત્યાં ચકડોળ તો હોય જ પરંતુ આ વખતે રાજ્ય સરકાર દ્વારા સલામતીના પગલે ફિટનેસ સર્ટિફિકેટ ન અપાતા પોરબંદરના મેળામાં ચકડોળ દેખાશે નહિં આથી લોકોમાં નિરાશા પણ વ્યાપી છે.

janmashtami
author img

By

Published : Aug 22, 2019, 11:22 AM IST

Updated : Aug 22, 2019, 1:28 PM IST

પોરબંદરમાં ચોપાટી મેદાન ખાતે દર વર્ષે જન્માષ્ટમી લોકમેળો ઉજવવામાં આવે છે. રાજકોટ બાદ સૌરાષ્ટ્રમાં પોરબંદરનો મેળો બીજા નંબરનો મેળો છે. આ મેળામાં અનેક લોકો મજા માણવા આવે છે. ત્યારે તારીખ 23 થી ચાર દિવસ સુધી શરૂ થતા મેળામાં આ વર્ષે મોતનો કૂવા સહિત મોટી ચકડોળને પણ મંજૂરી સર્ટિફિકેટ ન મળતા ચકડોળ વગરના મેળાની મઝા ફિક્કી પડી જશે.

પોરબંદરમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાશે ચાર દિવસીય જન્માષ્ટમી મેળો

અમદાવાદમાં કાંકરિયામાં બનેલા બનાવ બાદ રાજ્ય સરકાર દ્વારા ચકડોળના ફિટનેસ સર્ટિફિકેટ અંગેનો નિયમ લઇ આવવામાં આવ્યો છે. જેને કારણે ચકડોળના વેપારીઓને મોટી નુકસાની વેઠવી પડે તેમ હોવાથી ચકડોળ રાખવાનો જ બંધ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પોરબંદરમાં સતત ત્રીજા વર્ષે પણ વરસાદ ઓછો થવાથી દર વર્ષે છ દિવસ માટે યોજાનાર મેળો આ વર્ષે માત્ર ચાર દિવસ જ યોજાશે તેવુ કલેકટર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આથી લોકોમાં વધુ નિરાશા જોવા મળી છે.

પોરબંદરમાં યોજાનાર જન્માષ્ટમી મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોરબંદર પોલીસ દ્વારા પણ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જેની વિગતો આપતા જિલ્લા પોલીસ અધિકારી પાર્થરાજસિંહ ગોહિલે એક પત્રકાર પરિષદ યોજી હતી. શું કહ્યું જિલ્લા પોલીસ વડાએ આવો સાંભળો વીડિયોમાં...

Intro:કડક પોલીસ બંદોબસ્ત સાથે ચાર દિવસ યોજાશે પોરબંદર જન્માષ્ટમી લોકમેળો

સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત તેઓ પોરબંદર નો મેળો જ્યાં દૂરથી અનેક પ્રવાસીઓ જન્માષ્ટમી દરમિયાન લોક મેળો માણવા આવે છે ખાસ કરીને આ મેળાનું આકર્ષણ એ હોય છે કે આ મેળો દરિયાકિનારે યોજાય છે મેળો હોય ત્યાં ચકડોળ તો હોય જ પરંતુ આ વખતે રાજ્ય સરકાર દ્વારા સલામતીના પગલે ફિટનેસ સર્ટિફિકેટ ન અપાતા પોરબંદરના મેળામાં ચકડોળ દેખાશે નહિ આથી લોકોમાં નિરાશા પણ વ્યાપી છે

Body:પોરબંદરમાં ચોપાટી મેદાન ખાતે દર વર્ષે જન્માષ્ટમી લોકમેળો ઉજવવામાં આવે છે રાજકોટ બાદ સૌરાષ્ટ્રમાં પોરબંદર નો મેળો બીજા નંબર નો મેળો છે આ મેળામાં અનેક લોકો મજા માણવા આવે છે ત્યારે તારીખ 23 થી ચાર દિવસ સુધી શરૂ થતા મેળામાં આ વર્ષે મોતનો કૂવો રહિત મોટી ચકડોળ ને પણ મંજૂરી સર્ટિફિકેટ ના મળતા ચકડોળ વગર નો મેળો સુનો સુનો લાગશે તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે અમદાવાદમાં કાંકરિયા માં બનેલા બનાવ બાદ રાજ્ય સરકાર દ્વારા ચકડોળ ના ફિટનેસ સર્ટિફિકેટ અંગેનો નિયમ લાવવામાં આવ્યો છે જેને કારણે ચકડોળ ના વેપારીઓને મોટી નુકસાની વેઠવી પડે તેમ હોવાથી ચકડોળ રાખવાનો જ બંધ કરવામાં આવ્યું છે ઉપરાંત પોરબંદરમાં સતત ત્રીજા વર્ષે પણ વરસાદ ઓછો થવાથી દર વર્ષે છ દિવસ માટે યોજાનાર મેળો આ વર્ષે માત્ર ચાર દિવસ જ યોજાશે તેમ કલેકટર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે હાથી લોકોમાં વધુ નિરાશા જોવા મળે છે

Conclusion:પોરબંદરમાં યોજાનાર જન્માષ્ટમી મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોરબંદર પોલીસ દ્વારા પણ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવશે જેની વિગતો આપતા જિલ્લા પોલીસ અધિકારી પાર્થરાજસિંહ ગોહિ લે એક પત્રકાર પરિષદ યોજી હતી જેમાં જણાવ્યું હતું કે મેળામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ ફોર્સ માં ડીવાયએસપી ચાર પીઆઈ 6 પીએસઆઇ ૩૦ હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ 270 મહિલા પોલીસ તથા હોમગાર્ડ જવાનો 117 અને જી.આર.ડી.ના અને એસ આર ડી ના સો જવાનો રાખવામાં આવેલ છે તેમજ પીએસઆઇ સાથે બે કમાન્ડો ટીમ અને પીએસઆઇ સાથે બોડી પ્રોટેક્ટર ટીમ પણ રાખવામાં આવ્યા છે આ ઉપરાંત ડી સ્ટાફ તથા સર્વેલન્સ કોડ ના માણસો દ્વારા મિલકત વિરુધ્ધના ગુના કે ચીલઝડપના ગુના ન બને તે માટે પેટ્રોલિંગ વોચ રાખવામાં આવેલ છે પોલીસ દ્વારા બે રાવટા 8 વોચ ટાવર તથા 150 સીસી ટીવી કેમેરા આ મેળામાં ગોઠવવામાં આવશે અને રાઉન્ડ ધી ક્લોક પોલીસ પેટ્રોલિંગ રાખવામાં આવેલ છે

બાઈટ પાર્થરાજસિંહ ગોહિલ (જિલ્લા પોલીસ અધિકારી)
Last Updated : Aug 22, 2019, 1:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.