ETV Bharat / state

પોરબંદરના છાયામાં 20 વર્ષથી બંધ પડેલું સ્મશાન ફરી શરૂ કરાયું - પોરબંદરમાં કોરોના વાઇરસ કેસ

પોરબંદરમાં કોરોના દર્દીઓનો મૃત્યુઆંક સતત વધતા ઇન્દ્રેશ્વર મંદિર પાસે આવેલા સ્મશાનમાં દરરોજ 30થી વધુ મૃતકોનો અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યો છે, પરંતુ વધુ લોકો એકત્ર થવા લાગતા અનેક લોકોએ છાયામાં સ્મશાન ઉભુ કરવા માગ કરી હતી. આ માંગણીને માન્ય રાખી છાયામાં સ્મશાન શરૂ કરવામાં આવ્યું છે.

પોરબંદર
પોરબંદર
author img

By

Published : Apr 28, 2021, 8:27 PM IST

Updated : Apr 28, 2021, 10:31 PM IST

  • છેલ્લા 5 દિવસમાં 30થી વધુ અંતિમસંસ્કાર
  • અંતિમ સંસ્કાર માટે વિદ્યુત સ્મશાનમાં પણ વેઇટિંગ
  • 20 વર્ષ સુધી બંધ પડેલું સ્મશાન હવે કાર્યરત કરાયું

પોરબંદર : શહેરમાં આવેલા સ્મશાનોમાં છેલ્લા 5 દિવસથી દરરોજ 30થી વધુ અંતિમસંસ્કાર થાય છે, પરંતુ આ સ્મશાનમાં લોકોની સતત ભીડ જોવા મળતા સંક્રમણનું જોખમ વધ્યું હતું. જેના પગલે હવે 20 વર્ષથી બંધ પડેલું છાયા સ્મશાન હવે કાર્યરત કરવામાં આવ્યું છે.

પોરબંદર

અંતિમ સંસ્કાર માટેની વિધિમાં મર્યાદિત 20 લોકોને જ પ્રવેશ

કોરોના મહામારીએ કહેર વર્તાવ્યો છે, ત્યારે દિવસેને દિવસે મૃતકોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. પોરબંદરમાં ઇન્દ્રેશ્વર મંદિર પાસે આવેલા સ્મશાનમાં છેલ્લા પાંચ દિવસથી એક દિવસમાં 30 થી વધુ મૃતકોના અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે પંરતુ વધુ લોકો એકત્રિત ન થાય અને યોગ્ય રીતે અંતિમ સંસ્કાર કરી શકે તે માટે પોરબંદર નગરપાલિકામાં અનેક લોકોએ છાયામાં સ્મશાન શરૂ કરવા માંગ કરી હતી જેને ધ્યાને લઇને છાયાનું સ્મશાન આજે શરૂ કરવામા આવ્યું હતું.

પોરબંદર
પોરબંદર

આ પણ વાંચો: પોરબંદરમાં સામાજિક સંસ્થાઓએ કોરોનાના દર્દીઓ માટે કોવિડ હેલ્પ યુનિટ શરૂ કર્યું

લોકોને મુશ્કેલી ન પડે તે માટે લાકડાની કરાઈ વ્યવસ્થા

પોરબંદરમાં વધતા જતા મૃત્યુઆંકના લીધે સ્મશાનમાં વેઇટિંગની સ્થિતિ સર્જાઈ હતી. છાયામાં આવેલા સ્મશાન શરૂ કરવામાં આવતા હવે પોરબંદરના સ્મશાનમાં ભીડ ઓછી થશે. હાલ આ સ્મશાનમાં એક ખાટલો છે, આગામી બે દિવસમાં અન્ય એક ખાટલો આવી જશે તેમ ચીફ ઓફિસર હેમંત પટેલે જણાવ્યું હતું.

Last Updated : Apr 28, 2021, 10:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.