ETV Bharat / state

આદિત્યાણાના શખ્સ સામે પાસા હેઠળ ગુનો નોંધી સુરતમાં જેલ હવાલે કરાયો

પોરબંદર જિલ્લાના આદિત્યાણાના ભીમા દુલા ઓડેદરા પર ફાયરિંગ થયું હતું. આ કેસનો આરોપી સલીમ ઈસ્માઈલ ઉર્ફે ટી. ટી. મુંદ્રાને પોલીસે પકડી પાડ્યો છે. પોરબંદર જિલ્લાના મેજિસ્ટ્રેટે આરોપી વિરૂદ્ધ પાસા વોરન્ટ ઈશ્યુ કર્યું હતું.

આદિત્યાણાના શખસ સામે પાસા હેઠળ ગુનો નોંધાયો, સુરત જેલ હવાલે કરાયો

author img

By

Published : Jan 5, 2021, 10:58 AM IST

  • આદિત્યાણાના શખસને પાસા હેઠળ સુરત જેલ હવાલે કરાયો
  • ભીમા દુલા ઓડેદરા પર ફાયરિંગ કર્યાના ગુનાનો આરોપી
  • જિલ્લા મેજિસ્ટ્રેટ પોરબંદર દ્વારા પાસા વોરન્ટ ઈશ્યુ કરાયું હતું
  • SOG ટીમે આ આરોપીનો હવાલો સંભાળી અટક કરી સુરત મધ્યસ્થ જેલ હવાલે કર્યો

પોરબંદરઃ ભીમા દુલા ઓડેદરા ઉપર ફાયરિંગના ચકચારી બનાવમાં આરોપી સલીમ ઈસ્માઇલ ઉર્ફે ટી.ટી. મુંદરાને પાસા હેઠળ સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યો છે. એસઓજી ટીમે આ આરોપીનો હવાલો સંભાળી અટક કરી સુરત મધ્યસ્થ જેલ હવાલે કર્યો છે. પોરબંદર જિલ્લાના આદિત્યાણાના ભીમા દુલા ઓડેદરા ઉપર ચકચારી ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગ કરનારા આરોપી સલીમ ઇસ્માઇલ ઉર્ફે ટી.ટી. મુંદરા આદિત્યા વાળા સામે જિલ્લા મેજિસ્ટ્રેટે પાસા વોરન્ટ ઈશ્યું કર્યું હતું.

એસઓજીની ટીમે આરોપીની અટક કરી સુરત મધ્યસ્થ જેલ મોકલ્યો

આ પાસા વોરન્ટની બજવણી કરવા માટે એસઓજી પીઆઈ કે. આઈ. જાડેજા તથા પીએસઆઈ એચ. સી. ગોહિલને સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે એસઓજી ટીમે આ આરોપીનો હવાલો પોરબંદર ખાસ જેલમાથી સંભાળી આરોપીની અટક કરી સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.