પોરબંદર: પોરબંદર જિલ્લામાં સોમવારે મૂળ પટના બિહારના રહેવાસી 32 વર્ષીય પુરુષ, માનસી ઈલેક્ટ્રીક શેરી પંચાયત ચોકી પાસે રહેતા 30 વર્ષીય પુરુષ, ચામુંડા કૃપા પંચાયત ચોકી પાસે રહેતા 30 વર્ષીય પુરુષ અને પોરબંદર ગામના જ અન્ય એક 42 વર્ષીય રબારી કોરોના પોઝિટિવ નોંધાયા છે.
ગતરોજ રવિવારે જિલ્લામાંથી કોરોના પરીક્ષણ માટે કુલ 89 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 9 પોરબંદરની લેબમાં ચકાસવામાં આવ્યા હતા.આ તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા જ્યારે બાકીના 80 સેમ્પલ જામનગર ખાતે મોકલવામાં આવ્યા હતા જ્યાંથી 72 રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને 4 પોઝિટિવ આવ્યા છે. આમ સોમવારે જિલ્લામાં 4 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 3 સેમ્પલ રિજેક્ટ થયા છે તેમજ એક પ્રક્રિયા હેઠળ છે.