ETV Bharat / state

પોરબંદરમાં કેફી પીણાના મુદ્દામાલ સાથે 4ની ધરપકડ - arrested

પોરબંદરઃ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ની પ્રક્રિયા શરૂ થઇ ગયેલ છે. ચૂંટણી પ્રક્રિયા શાંતિમય રીતે પૂર્ણ થાય તે માટે જુનાગઢ રેન્જના IG સુભાષ ત્રિવેદી સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહીલ સાહેબની સુચના મુજબ જિલ્લામાં દારૂના વેચાણ અંગેની પ્રવૃતિ સાથે સંકળાયેલ શખ્સો પર રેઈડ પાડવામાં આવી હતી.

pbr
author img

By

Published : Apr 12, 2019, 12:40 PM IST

જેમાં મોટા જથ્થામાં દેશી દારૂના તથા ભારતીય બનાવટના વિદેશી દારૂના ગણનાપાત્ર કેસો શોધી કાઢીવામાં આવ્યા છે. આ સાથે ઇસમો વિરૂધ્ધ પાસા તથા હદપાર જેવા અટકાયતી પગલા લેવાની ઝુંબેશ હાથ ધરવામાં આવતાં જિલ્લામાં પ્રોહીબિશનની પ્રવૃત્તિ નિયંત્રણમાં આવેલી છે.

જે તકનો લાભ ઉઠાવી કેટલાંક લેભાગું તત્વોએ નશાના બંધાણીઓને અન્ય રીતે કૈફી દ્રવ્યોના રવાડે ચઢાવી નફો કમાવવાની પ્રવૃત્તિ છૂપી રીતે શરૂ કરેલ હતી. આ પ્રવૃત્તિ અંગે મળેલ ચોક્કસ બાતમી અનુસંધાને પોરબંદર જિલ્લા SOG ટીમે કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વચ્છરાજ હોટલ પર રેઈડ પાડતા સ્ટોનારીસ્ટ આસવ રીષ્ઠા નામની નશીલ દવાની બોટલો -૧૨૦ અને હર્બી ફલો આસવ નામની 249 સાથે આવળા રાજ કારાવદરાની ધરપકડ કરેલ છે.

જ્યારે કુતિયાણા મેઈન બજારમાં અંબિકા કોલ્ડ્રિંક્સ ખાતે રેઈડ પાડચા સ્ટોનારીસ્ટ આસવ રીષ્ઠા નામની નશીલી દવાની બોટલો ૧૮૨ જથ્થા કીશનચંદ ટેકચંદ દેસાણી અને ભરત હીરામલ જોબનપુત્રા નામના શખ્સોની ધરપકડ કરેલ છે. તેમજ રાણાવાવ વિસ્તારના હનુમાનગઢ ખાતે હોટલ રામકૃપામાં રેઇડ પાડતા હર્બી ફલો આસવ નામની નશીલી દવાની બોટલો-૧૬૩ સાથે હોટલ સંચાલક ખીમા ભીમા કારાવદરાની ધરપકડ કરેલ છે.

ઉપરોક્ત ત્રણેય જગ્યાએથી ઝડપાયેલ જથ્થા બાબતે કોઈ જરૂરી આધાર-પુરાવો નહી રજૂ કરતાં તમામ ઈસમોને સી.આર.પી.સી.ક- 41 (1) (ડી) મુજબ અટક કરી સદર મુદ્દામાલ સી.આર.પી.સી. ક- 102 મુજબ કબજે કરી વધુ પરીક્ષણ માટે મોકલવામાં આવશે. આમ પોરબંદર પોલીસસે દારૂના નશાની અવેજમાં વપરાતાં કેફી દ્રવ્યોના કાળા કારોબારનો પર્દાફાશ કરવામાં તેમજ નશાકીય પ્રવૃત્તિની રોકથામ કરવામાં સફળતાં મળેલ છે.

આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સપેકટર પી.ડી.દરજી તથા SOG સ્ટાફના HC દિલીપભાઇ ઓડેદરા, બટુકભાઇ વિંઝુડા, કિશનભાઇ ગોરાણીયા, મહેબુબખાંન બેલીમ, પો.કોન્સ વિજયભાઇ જોષી , દેવેન્દ્રસિંહ ગોહિલ, ડ્રા.સુરેશભાઇ નકુમ વગેરે જોડાયા હતાં.

       પોરબંદર માં દારૂના નશાના અવેજમાં વપરાતાં કેફી પીણા રૂ. ૮૦૪૦૦/- ના મુદ્દામાલ સાથે ચાર ઝડપાયા

       હાલમાં લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૧૯ ની પ્રક્રિયા શરૂ થઇ ગયેલ છે. અને ચુંટણી પ્રક્રિયા શાંતીમય રીતે પૂર્ણ થાય તે માંટે જુનાગઢ રેન્જ IG શુભાષ ત્રીવેદી સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહીલ સાહેબની સુચના મુજબ જીલ્લામાં દારૂના વેચાણ અંગેની પ્રવૃતિ સાથે સંકળાયેલ શખશો પર અવારનવાર રેઈડો કરી મોટા જથ્થાના દેશી દારૂના તથા ભારતીય બનાવટના વિદેશી દારૂના ગણનાપાત્ર કેસો શોધી કાઢી આવા ઇસમો વિરૂધ્ધ પાસા તથા હદપાર જેવા અટકાયતી પગલા લેવાની ઝુંબેશ હાથ ધરવામાં આવતાં જીલ્લામાં પ્રોહીબિશનની પ્રવૃત્તિ નિયંત્રણમાં આવેલ છે. 
        જે તકનો લાભ ઉઠાવી કેટલાંક લેભાગું તત્વોએ નશાના બંધાણીઓને અન્ય રીતે કૈફી દ્રવ્યોના રવાડે ચઢાવી નફો રળવાની પ્રવૃત્તિ છૂપી રીતે શરૂ કરેલ હતી...
       આ પ્રવૃત્તિ અંગે મળેલ ચોક્કસ બાતમી અનુસંધાને પોરબંદર જીલ્લા એસ.ઓ.જી. પોલીસે કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ( 1 ) વચ્છરાજ હોટલ પર રેઈડ કરતાં સ્ટોનારીસ્ટ આસવ રીષ્ઠા નામની નશીલ દવાની બોટલો -૧૨૦ (ર) હર્બી ફલો આસવ નામની નશીલ દવાની બોટલો- ૨૪૯ સાથે આવળા રાજ કારાવદરાને જડપી પાડેલ છે. 
( 2 ) કુતિયાણા મેઈન બજારમાં અંબિકા કોલ્ડ્રિંક્સ ખાતે રેઈડ કરી. સ્ટોનારીસ્ટ આસવ રીષ્ઠા નામની નશીલી દવાની બોટલો ૧૮૨ જથ્થા  સાથે (૧) કીશનચંદ ટેકચંદ દેસાણી (ર) ભરત હીરામલ જોબનપુત્રા નામના શખ્સોને ઝડપી પાડેલ છે. 

તેમજ રાણાવાવ વિસ્તારના ( 3 ) હનુમાનગઢ ખાતે હોટલ રામકૃપા માં રેઇડ કરતા હર્બી ફલો આસવ નામની નશીલી દવાની બોટલો-૧૬૩ સાથે હોટલ સંચાલક ખીમા ભીમા કારાવદરાને  ઝડપી પાડેલ છે.

     ઉપરોક્ત ત્રણેય જગ્યાએથી ઝડપાયેલ જથ્થા બાબતે કોઈ જરૂરી આધાર-પુરાવો નહી રજૂ કરતાં તમામ ઈસમોને સી.આર.પી.સી.ક- 41 (1) (ડી) મુજબ અટક કરી સદર મુદ્દામાલ સી.આર.પી.સી. ક- 102 મુજબ કબજે કરી વધુ પરીક્ષણ માટે મોકલવામાં આવશે 
           આમ પોરબંદર પોલીસને દારૂના નશાની અવેજમાં વપરાતાં કેફી દ્રવ્યોના કાળા કારોબારનો પર્દાફાશ કરવામાં તેમજ નશાકીય પ્રવૃત્તિની રોકથામ કરવામાં સફળતાં મળેલ છે.
        
આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સપેકટર પી.ડી.દરજી તથા એસ.ઓ.જી. સ્ટાફના HC દિલીપભાઇ ઓડેદરા, બટુકભાઇ વિંઝુડા, કિશનભાઇ ગોરાણીયા, મહેબુબખાંન બેલીમ, પો.કોન્સ વિજયભાઇ જોષી , દેવેન્દ્રસિંહ ગોહિલ, ડ્રા.સુરેશભાઇ નકુમ  વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતાં.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.