વિજયસિંહ જાડેજા તેમજ વિપુલ બોરીચાને મળેલી બાતમીના આધારે પોરબંદર છાયા ચોકી ચાર રસ્તેથી એક શંકાસ્પદ શખ્સ છકડો રીક્ષામાંથી મળી આવ્યો હતો. આ અંગે તેની પૂછતાછ કરતા રમેશ ઉર્ફે ચના મકવાણા હોવાનું જણાવ્યું હતું. જેની છકડો રીક્ષામાં તપાસ કરતા ગ્રાઈન્ડર મશીન, કટર મશીન તેમજ ડ્રીલ મશીન જોતા તે બાબતે આરોપીને બીલ કે કોઈ આધારની પુછતાછ કરી હતી.
![પોરબંદરમાં છળકપટથી મેળવેલા મશીનચોરની કરાઈ અટકાયત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-pbr-04-chor-zdpayo-gj10018_02072019235510_0207f_1562091910_296.jpg)
ત્યારબાદ તેણે પોતાની પાસેના મશીનોના કોઈ બીલ કે આધાર નહીં હોવાનું જણાવ્યું હતું. આ અંગે આરોપીનું નામ પોકેટકોપ અપ્લિકેશનની મદદથી વેરીફાઈ કરતા તેના વિરૂદ્ધ રાણાવાવ તથા કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ચોરીના તથા અન્ય ગુના દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આરોપી દ્વારા આ મશીન છળકપટથી મેળવ્યા હોવાનું કબુલ કર્યું હતું. આરોપીને CRPC કલમ 102 મુજબ ધોરણસર અટક કરીને કમલાબાગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.