ETV Bharat / state

અફઘાનિસ્તાનથી વલસાડ પરત થયેલા માલવણના યુવાને કરી Etv સાથે ખાસ વાતચીત - Ishwar Patel Valsad

તાલિબાનિઓએ અફઘાન ઉપર કબજો કર્યા બાદ સમગ્ર વિશ્વની નજર તેના ઉપર કેન્દ્રિત બની છે. ત્યાં ફસાયેલા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓને લઈ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જોકે અફઘાનમાં ફસાયેલા 4 ગુજરાતીઓ સુરક્ષિત અને હેમખેમ રીતે પોતાના વતન પહોંચ્યા છે. જેમાં માલવણ ગામના પણ એક રહીશ છે, જેઓ પણ હાલમાં જ પોતના ઘરે પરત થયા છે. તેમણે Etv Bharat સાથે વિશેષ વાતચીત કરી ત્યાંની વ્યથા અને તંગદિલી ભરેલ માહોલ અંગે વિગતે વાત કરી હતી.

Ishwar Patel's conversation
Ishwar Patel's conversation
author img

By

Published : Aug 27, 2021, 7:37 PM IST

  • 15 મી ઓગસ્ટે તાલિબાને કાબુલમાં પર કબજો લઈ લીધો હતો
  • માલવણ ગામના ઈશ્વરભાઈ નોકરી માટે ચાર મહિના અગાઉ અફઘાનિસ્તાનમાં ગયા હતા
  • સતત ચાર દિવસ સુધી અફઘાનિસ્તાનના એરપોર્ટ ઉપર તેમણે દિવસ-રાત વીતાવ્યા હતા

વલસાડ: જિલ્લાના માલવણ ગામે રહેતા ઈશ્વર પટેલ આજથી ચાર માસ અગાઉ અફઘાનિસ્તાનમાં મીલેટરીના કેમ્પમાં મેન્ટેનન્સ વિભાગમાં નોકરી માટે ગયા હતા અને ત્યાં પોતે નોકરી કરી રોજી રળી રહ્યા હતા. અચાનક 15મી ઓગસ્ટે તાલીબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવી લીધો હતો. જે બાદ અફઘાનિસ્તાનમાં સ્થિતિ વણસી જતા ત્યાં રહેવું મુશ્કેલ બન્યું હતું અને સ્થાનિકો સહીત ભારતીયો પણ પોતાના દેશ પરત ફરવા માટે બેબાકળા બન્યા હતા.

અફઘાનિસ્તાનથી વલસાડ પરત થયેલા માલવણના યુવાને કરી Etv સાથે ખાસ વાતચીત

ભારત પરત આવવા માટે તેમણે મીલિટ્રી બેઝ કેમ્પમાં એરપોર્ટ ખાતે સતત ત્રણ થી ચાર દિવસ સુધી રોકાયા હતા

અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ કબજો જમાવ્યા બાદ સ્થાનિકો સહીત ત્યાં વસવાટ કરતા અને રોજી રળવા ગયેલા અનેક લોકો પોતાના વતન પરત ફરવા માટે એરપોર્ટ સુધી દોડ લગાવી હતી. છતાં પણ કેટલાક લોકોનો નંબર લાગ્યો તો કેટલાક લોકો હજુ પણ એરપોર્ટ ઉપર જ પડ્યા પાથર્યા છે. અમેરિકન સોલ્જર દ્વારા અનેક લોકોના પાસપોર્ટ અને ઓળખ કર્યા બાદ તેમના રેસ્ક્યૂ કરીને તેમને હેમખેમ વતન સુધી લઈ જવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી. જે પૈકી તેમની સાથેના ચાર જેટલા લોકોનું પણ રજૂ કરવામાં આવ્યું હતું. તે માટે સતત ત્રણથી ચાર દિવસ એરપોર્ટ ઉપર તેમણે દહેશતમાં રાત વીતાવી હતી.

અન્ય ભારતીયોને પણ પ્રથમ અફઘાનિસ્તાનથી દોહા કતાર લવાયા હતા

રેસ્ક્યૂ કરવામાં આવેલા ભારતીયોને પ્રથમ દોહા કતાર લાવવામાં આવ્યા હતા. જે બાદ તેમના પાસપોર્ટ અને જરૂરી કાગળો તપાસ્યા બાદ તેમને વિશેષ લાઈટ દ્વારા ઇન્ડિયન એમ્બેસીને સુપ્રત કરાયા હતા. જે બાદ તેમને દિલ્હી સુધી મોકલવામાં આવ્યા હતા. આમ તેઓ હેમખેમ અફઘાનિસ્તાનથી પોતાના ઘરે પહોંચ્યા હતા. તેઓ આજે પણ આંખ ભીની કરતા ઇશ્વરનો આભાર માને છે કે તેઓ આવી તંગદિલી પરિસ્થિતિમાંથી હેમખેમ બહાર આવી પોતાના પરિવાર સુધી પહોંચ્યા છે.

તેમણે પોતે અનુભવેલી કેટલીક યાદો Etv Bharat સાથે વિશેષ વાતચીત દરમિયાન શેર કરી હતી

ઇશ્વરભાઇએ કહ્યું કે, સ્થાનિકોમાં એટલી હદે સફળ ફેલાયેલી છે કે લોકો બહાર પણ નીકળી શકતા નથી. તાલિબાનીઓ દરેક ઘરના દરવાજા ખખડાવીને ઘરમાં રહેતા તમામ લોકોના નામ નંબરો લઈને તેમની ખરાબ કરે છે. જો તે વ્યક્તિ ન મળે તો તેઓ એવું માની લે છે કે આ વ્યક્તિ અમેરિકાની આર્મીની મદદ કરી રહ્યો છે અને અન્ય પરિવારજનોને પણ જીવ તેના કારણે જોખમમાં મુકાય છે. જેથી દરેક પરિવારને ત્યાં જીવવું ખૂબ મુશ્કેલ બન્યું છે. લોકો જીવ હથેળીમાં લઈને જીવી રહ્યા હોય તેવું જણાઈ આવે છે.

ઇશ્વર પટેલે ભગવાનનો આભાર માન્યો

આમ વિકટ અને તંગ પરિસ્થિતિમાંથી પણ હેમખેમ ઉગરીને પોતાના ઘર સુધી પહોંચેલા વલસાડ જિલ્લાના માલવણ ગામના ઇશ્વર પટેલે પોતાની આપવીતી જણાવી હતી. ઇશ્વરનો આભાર વ્યક્ત કરી જણાવ્યું કે, તેઓ એમ કેમ ઘરે પહોંચી ગયા છે. બાકી ત્યાંની સ્થાનિક પરિસ્થિતિને જોતા તેઓ ક્યારેય પણ ઘરે પહોંચશે કે નહીં તે અંગેનો વિચાર કરતા આજે પણ તેઓના હાથ પગ ધ્રુજી જાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.