ETV Bharat / state

પાટણમાં ICICI બેંકના ATMની યુવાને કરી તોડફોડ - patannews

પાટણમાં સિંધી માર્કેટ માં આવેલ આઇસીઆઇસીઆઇ બેંકના એટીએમને સોમવારે સાંજના સુમારે કોઇ યુવાને ધોકા મારી તોડી નાખતા ચકચાર મચી ગઇ હતી આ યુવાનને પણ પગના ભાગે ઇજાઓ થતાં એટીએમ નો અંદર નો ભાગ લોહી થઈ ગયો હતો આ બનાવને પગલે પોલીસની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચતા આ યુવાનને ઝડપી લઇ ૧૦૮ મારફતે સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો એટીએમમાં તોડફોડ કરનાર યુવાન ભુતિયાવાસણા ગામનો માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જાણવા મળ્યુ હતુ.

પાટણમાં ICICI બેંકના ATMની યુવાને કરી તોડફોડ

author img

By

Published : Dec 29, 2020, 9:08 AM IST

Updated : Dec 29, 2020, 9:50 AM IST

  • પાટણમાં ICICI બેન્કના એટીએમની થઈ તોડફોડ
  • ATM લોહીથી થયું તરબોળ પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકની અટકાયત
  • ઇજાગ્રસ્ત યુવાનને 108 મારફતે ખસેડાયો સારવાર અર્થે
    પાટણમાં ICICI બેંકના ATMની યુવાને કરી તોડફોડ

પાટણ :શહેરના સિટી પોઇન્ટ કોમ્પલેક્ષની પાસે આવેલ સિંધી માર્કેટમાં ICICI બેન્કના એટીએમમાં એક યુવાને તોડફોડ કરી ATMના કાચના દરવાજાનો કચ્ચરધાણ થયું હતું.આ યુવાને હાથમાં ધોકો લઇ તોડફોડ કરતા આસપાસના લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. તેમજ યુવાનને પગ તથા હાથના ભાગે કાચ વાગતા તે લોહીલુહાણ થયો હતો. સમગ્ર ATMના ફ્લોરિંગ તથા દીવાલો ઉપર લોહીથી તરબોળ થઈ ગયું હતું .

બનાવને પગલે વિસ્તારમાં ભારે અફડા-તફડી મચી

સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. યુવાન ને પકડવા જતાં યુવાન પોલીસ સામે થયો હતો, પરંતુ પોલીસે યુવકની અટકાયત કરી 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. આ બનાવને પગલે વિસ્તારમાં ભારે અફડા-તફડી મચી હતી.

ATMમાં તોડફોડ કરનાર યુવાન માનસિક રીતે અસ્વસ્થ હોવાનું સામે આવ્યું

ધારપુર હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયેલ યુવાનની પ્રાથમિક પુછપરછ કરતાં તે ભુતિયા વાસણા ગામનો હોવાનું જાણવા મળેલ છે. યુવાનની માનસિક રીતે અસ્વસ્થ હોવાનું પણ જાણવા મળે છે.જેને પગલે બી-ડિવીઝન પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

Last Updated : Dec 29, 2020, 9:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.