ETV Bharat / state

પાટણ માર્કેટયાર્ડમાં ઘઉંની ખરીદી અને વેચાણ શરૂ કરાયું

author img

By

Published : Apr 21, 2020, 12:30 AM IST

પાટણ નવાગંજ માર્કેટયાર્ડમાં સરકારની શરતોને આધીન ઘઉંની ખરીદી અને વેચાણ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. લાંબા સમય બાદ માર્કેટયાર્ડમાં ઘઉંની હરાજી શરૂ થતાં અને પોષણક્ષમ ભાવ નહીં મળવાને કારણે તેમજ હરાજીની પદ્ધતિને લઈને ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી.

પાટણ માર્કેટયાર્ડ
પાટણ માર્કેટયાર્ડ

પાટણ: કોરોના વાઈરસ સંક્રમણને અટકાવવા 3 મેં સુધી સરકારે લોકડાઉન લંબાવ્યું છે. બીજી તરફ સરકારે 20 એપ્રિલથી ખેત ઉત્પાદનો સહિત બાર જેટલા ક્ષેત્રોમાં શરતોને આધીન છૂટછાટ આપવાની જાહેરાત કરી હતી. જે અનુસંધાને પાટણ જિલ્લાના સાત મંડી બજારોમાં ઘઉંની હરાજીની શરૂઆત કરવામાં આવી હતી. પાટણ નવાગંજ બજારના મુખ્ય દ્વારમાંથી અંદર આવતા તમામ વેપારીઓ અને ખેડૂતોને સેનેટાઇઝ કરવામાં આવ્યા હતા. ખેડૂત ભવનની સામેના કોમન પ્લોટમાં વેપારીઓએ સોશિયલ ડિસ્ટન્સ જાળવી ઘઉંની હરાજીમાં ભાગ લીધો હતો. ખેડૂતો પોતાના વાહનોમાં ઘઉં લઈ આવ્યા હતા. જ્યાં વેપારીઓએ ખરીદી કરવા ઘઉંની હરાજી કરી હતી. હરાજીમાં ઘઉંના મણ દીઠ રૂ.320 થી 380 ભાવ બોલાતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી હતી.

પાટણ માર્કેટયાર્ડમાં ઘઉંની ખરીદીનું વેચાણ શરૂ કરાયુ
પાટણ માર્કેટયાર્ડમાં પ્રથમ દિવસે 850 ઘઉંની બોરીઓની આવક થવા પામી હતી. જો કે, હરાજીની નવી પ્રથાને લઈ વેપારીઓમાં પણ ગણગણાટ જોવા મળ્યો હતો. ત્રીસ દિવસ બાદ નવાગંજ બજારમાં વેપારીઓ અને ખેડૂતોની ચહલપહલ શરૂ થતાં ગંજ બજાર જીવંત બન્યું હોય તેવુ જોવા મળ્યુ હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.