પાટણ: ભગવાન જગન્નાથની રથયાત્રાને(Rathyatra of Lord Jagannath) ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પાટણના જગદીશ મંદિર(Jagdish temple in Patan) ખાતે આજથી ભગવાનની ધાર્મિક વિધિનો(Ritual of God) પ્રારંભ થયો છે. જગન્નાથ મંદિર ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનની નેત્ર પૂજા(Worship of the eyes of God) કરી ભગવાનને આંખે પાટા બાંધવાની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આ પણ વાંચો: ભગવાન જગન્નાથજીના વાઘા થયા તૈયાર, જાણો શું છે ખાસ વિશેષતા
મોસાળ મોકલવાની વિધિ - પાટણ શહેરમાં પરંપરાગત રીતે અષાઢ સુદ બીજના દિવસે નીકળનારી રથયાત્રાને અનુલક્ષને જગદીશ મંદિરમાં ભગવાનની ધાર્મિક વિધિ આજથી શરૂ કરવામાં આવી છે. ભગવાનની તબિયત નાદુરસ્ત હોઈ ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રને આંખો આવતા ભગવાન અને તેમના ભાઈને વૈદિક મંત્રોચાર સાથે રૂના પૂમડાં, વરિયાળીનું પાણી, કાળી દ્રાક્ષનું મિશ્રણ(A mixture of black grapes) કરી ભગવાનને આંખે પાટા બાંધી ભગવાનની આરતી ઉતારી તેમને મોસાળ મોકલવાની વિધિ કરવામાં આવી હતી. ભગવાનને મોસાળ મોકલવામાં આવ્યા હોવાથી પાંચ દિવસ સુધી ભક્તો મંદિરમાં ભગવાનના દર્શન નહીં કરી શકે.
આ પણ વાંચો: પાટણની ભગવાન જગન્નાથની રથયાત્રા : ચાંદીજડિત 3 રથોનું પૂજન સાથે સ્વાગત, હવે શરુ કરાશે આ કાર્ય
પ્રથમ દૃષ્ટિ જે કોઈ પર પડે તેના તમામ દુઃખ દર્દો દૂર થાય છે - જગન્નાથ મંદિર ખાતે વિધિવત રીતે અમાસના દિવસે વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનના દિવ્ય નેત્રો ખોલવામાં આવશે. ત્યારે જગતનો નાથ પોતાની દિવ્ય દ્રષ્ટિ જગત ઉપર પાથરશે. એક માન્યતા એવી પણ છે કે, ભગવાનને આંખે બાંધવામાં આવેલા પાટા ખોલ્યા બાદ તેમની પ્રથમ દૃષ્ટિ જે કોઈ પર પડે તેના તમામ દુઃખ દર્દો દૂર થાય છે.