પાટણ- રણ કાંધીએ આવેલા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના (Patan Santalpur area ) ગ્રામ્ય વિસ્તારોમાં કાળઝાળ ગરમી વચ્ચે પીવાના પાણીની વિકટ સમસ્યા (Water Crisis in Patan) ઉભી થઈ છે. સમયસર ન પાણી મળતા(Drinking water Demand in Patan) ગામલોકો કુવા-તળાવના દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે. આ વિસ્તારના લોકો પાણી માટે પોકાર કરી રહ્યા છે. છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવતા નથી. સરકારની વિકાસની વાતો પોકળ સાબિત થઈ છે.
પાણીની કાયમી તંગીની સમસ્યાથી ત્રસ્ત વિસ્તાર- પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની પ્રજાની હાલત ભર ઉનાળે કફોડી (Water Crisis in Patan) બની છે સરકાર દ્વારા નલ સે જલ યોજના અમલી બનાવીને તે સફળ રહી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ ટેન્કરો દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને એક બેડા પાણી માટે વલખા (Drinking water Demand in Patan)મારવા પડે છે અને ટેન્કરોના ભરોસે ક્યારે પાણી આવશે તેની કાગડોળે રાહ જોઇને બેસી રહેવું પડે છે.
આ પણ વાંચોઃ Water Crisis in Khedbrahma : ખેડબ્રહ્માના આ ગામડાંઓમાં આને કારણે લોકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ, તંત્રની ચૂપકીદી
જાખોત્રાની સ્થિતિ ખૂબ દયનીય- સાંતલપુર તાલુકાના સરહદી વિસ્તારના જાખોત્રા સહિતના ગામોમાં પાણી વિના લોકોની હાલત કફોડી (Water Crisis in Patan) બની છે છેલ્લા બે મહિનાથી પાણી (Drinking water Demand in Patan)ન મળતા ગામલોકો તળાવ અને કૂવાના દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે. પાણી ન મળવાને (Water Scarcity in Patan) કારણે પશુઓની હાલત પણ દયનીય બની છે. ચૂંટણી સમયે રાજકીય પક્ષના આગેવાનો આવે છે અને મોટા મોટા વાયદા કરી વોટ લઈ સત્તા ઉપર બેસી જાય છે. પછી કોઈ સંભાળ લેતું નથી માટે આગામી વિધાનસભાની ચૂંટણીમાં આ વિસ્તારના લોકો કોઈને વોટ નહીં આપે તેવી ચીમકી પણ લોકોએ ઉચ્ચારી છે.
આ પણ વાંચોઃ દ્વારકા ધરમપુરમાં પાણીના નળ માટે 2500 રૂપિયા ઉઘરાવ્યા, બે વર્ષે પણ પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો
બે મહિનાથી છે પાણીની પળોજણ - જાખોત્રા ગામમાં બે મહિનાથી પાણીની બૂમ ઉઠવા (Water Crisis in Patan) પામી છે. લોકો પીવાના પાણી માટે રઝળપાટ કરી રહ્યા છે. ટેન્કર દ્વારા પહોંચાડતું પાણી ગામલોકોને પૂરતા પ્રમાણમાં મળતું નથી. તો બીજી તરફ ખાનગીમાં પાણીનું ટેન્કર રૂપિયા 1000 થી 1200 ના ભાવે આવે છે. જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોસાય તેમ નથી.ગા મ વચ્ચે એક સંપ આવેલો છે તેના તળિયે પાણી છે પણ તે દૂષિત હોવા છતાં આ પાણી પીવા ગામલોકો મજબૂર બન્યા છે. માટે સરકાર દ્વારા આ વિસ્તારમાં પાણીની સમસ્યા (Drinking water Demand in Patan) કાયમી ધોરણે હલ કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે.
ભાજપ કોંગ્રેસની સરકારો આ વિસ્તારની પાણીની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ -સાંતલપુર તાલુકામાં ઘણા વર્ષોથી ઉનાળામાં પાણીની વિકટ સમસ્યા (Water Crisis in Patan) સર્જાય છે અત્યાર સુધીમાં ભાજપ કોંગ્રેસ સહિતની સરકારો આવી. છતાં આ વિસ્તારની પાણીની સમસ્યા આજદિન સુધી ઉકેલાઈ (Drinking water Demand in Patan)નથી જેથી આ વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.