- ભાજપમાં પરિવારવાદ નથી : રજની પટેલ
- પાર્ટી નાનામાં નાના કાર્યકરની કરે છે દરકાર
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપ તરફી મતદાન કરાવવા કાર્યકરોને કર્યો અનુરોધ
- સત્કાર સમારોહમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
- ડીજેના સંગીત સાથે બાઇક રેલી યોજાતા ઉઠ્યા અનેક સવાલો
પાટણ : શહેરના ગોપી પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલી સત્કાર સમારંભમાં જિલ્લા ભાજપના આગેવાનો કાર્યકરોએ ત્રણેય નવનિયુક્ત પદાધિકારીઓને પાઘડી, સાલ અને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા. સન્માન સમારંભને સંબોધતા પ્રદેશ મહામંત્રી રજની પટેલે જણાવ્યું હતું કે, ભાજપ પરિવારવાદથી ઉપર ઉઠી દરેક કાર્યકરોને તક આપે છે. જેમાં નાનામાં નાના કાર્યકરની પણ કદર કરી તેને ઉચ્ચ હોદ્દાઓ આપે છે.
દેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં અડગ વિશ્વાસ છે
દિલ્હીમાં ચાલી રહેલા કિસાન આંદોલન પર આડકતરી ઇશારો કરતા રજની પટેલે જણાવ્યું હતું કે, દેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં અડગ વિશ્વાસ છે. ત્યારે કેટલાક દેશ વિરોધી તત્ત્વો આડખીલીરૂપ બની સરકારની નીતિઓનો વિરોધ કરી રહ્યા છે. આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં દરેક બેઠકો પર ભાજપનો ભગવો લહેરાય, તે માટે આહવાન કરી ગુલામી સમયે દેશ માટે મરતા હતા, જ્યારે આ ચૂંટણીમાં દેશ માટે જીવવા ભાજપ તરફી મતદાન કરવા કાર્યકરોને આહવાન કર્યું હતું.
- કોરોના રસીનો વિરોધ કરનારાઓને કેબિનેટ પ્રધાને આતંકવાદીઓ સાથે સરખાવ્યા
- દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન સહિત 50 લોકો ભાજપમાં જોડાયા
સન્માન સમારોહમાં કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોરે જણાવ્યું હતું કે, દેશના વૈજ્ઞાનિકો દ્વારા કોરોના મહામારીને માત આપવામાં સફળ રસી બનાવી છે. જેનો દેશના વડાપ્રધાને શનિવારે પ્રારંભ કરાવી પ્રથમ તબક્કામાં તબીબો સહિત આરોગ્ય કર્મચારીઓને આ રસી આપવામાં આવી છે. ત્યારે કેટલાક લોકો કોરોના રસી બાબતે અફવા ફેલાવી રહ્યા છે. આવા લોકોને કેબિનેટ પ્રધાને આતંકવાદી સાથે સરખાવ્યા હતા. આ કાર્યક્રમમા દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન અમૃતલાલ પટેલ, સંડેર ગામના ઉદ્યોગપતિ નરેશ પટેલ, સંડેર ગામના સરપંચ શંકરલાલ પટેલ, લણવા ગામના સરપંચ તળાજી ઠાકોર, પાટણના ગાયનેક ડૉક્ટર તુષાર દેસાઇ સહિત 50 જેટલા કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાતા પ્રદેશ મહામંત્રી રજની પટેલે ખેસ પહેરાવી આવકાર્યા હતા.
આમ જનતા જાહેરનામાંનો ભંગ તો દંડ
ઉલ્લેખનીય છે કે, આમ જનતા જો જાહેરનામાંનો ભંગ કરે છે તો, તેમને દંડ ફટકારવામાં આવે છે, પરંતુ રાજકીય પક્ષો સાથે જોડાયેલા લોકો માટે જાણે કાયદો અલગથી બન્યો હોય તેમ પોલીસ દ્વારા કોઇ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.
આમ જનતા કરે તો દંડ, રાજનેતા કરે તો કોઇ કાર્યવાહી નહીં
- રાજકીય પક્ષો કરે તો કંઇ નહીં અને પ્રજા કરે તો પોલીસ મારે છે થપ્પડ
- ભાજપની પેજ કમિટીના કાર્યક્રમમાં કોરોના ગાઇડલાઇનનો ભંગ, નિયમો ફક્ત સામાન્ય લોકો માટે છે?
- કરજણ પેટા ચૂંટણી: પ્રચારના અંતિમ દિવસે ભાજપનો રોડ-શો, સોશિયલ ડિસ્ટન્ટના ઉડ્યા ધજાગરા
- ભાજપની પેજ કમિટીના કાર્યક્રમમાં કોરોના ગાઇડલાઇનનો ભંગ, નિયમો ફક્ત સામાન્ય લોકો માટે છે?
- વડોદરામાં ભાજપ નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા
- જૂનાગઢમાં સી. આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલા સંમેલનમાં સોશિયલ ડિસ્ટન્સના ઊડ્યા ધજાગરા
- ગઢડામાં ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયના ઓપનિંગમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
- બોટાદમાં ભારતીબેન શિયાળના અભિવાદન સમારોહમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા ધજાગરા