પાટણ -પાટણમાં મહિલાઓએ વટસાવિત્રી વ્રતની (Vat Savitri Vrat 2022) વિધિવત રીતે પૂજાઅર્ચના કરી પતિના દીર્ઘ આયુષ્યની સાથે સાથે પરિવારમાં સુખ-શાંતિ બની રહે તથા પરિવાર એક તાંતણે બંધાઈ રહે તે માટે વડના વૃક્ષની પૂજા કરી (Celebration of Vad Savitri vows in Patan) પ્રદક્ષિણા કરી હતી.
પતિના દીર્ઘાયુષ્ય માટે કરી પૂજા વિધિ - હિન્દુ ધર્મમાં અનેક વ્રત અને તહેવારોનો મહત્વ રહેલું છે જે આપણને કંઇકને કંઇક સંદેશો આપે છે. જેઠ સુદ પૂનમને વટસાવિત્રી તરીકે ઓળખવામાં આવે છે. આ વ્રત પાછળ પ્રાચીન કથા સંકળાયેલી છે. જેમાં સાવિત્રીએ પોતાની પતિ ભક્તિ અને સત્યના તપથી યમરાજ પાસેથી મૃત્યુ પામેલા પતિ સત્યવાનને પાછો લાવી હતી. ત્યારથી આ દિવસને વટસાવિત્રી તરીકે ઓળખવામાં આવે છે.
આ પણ વાંચોઃ Vat Savitri vrat 2021: મહિલાઓએ સોશિયલ ડિસ્ટન્સ સાથે વડ સાવિત્રી વ્રતની પૂજા કરી
આવી હોય છે પ્રાર્થના -પાટણ શહેરના છીંડિયા દરવાજા પાસે આવેલ ખંડોબા મહાદેવ મંદિર પરિસરમાં ભાગ્યવતી મહિલાઓએ વિધિવત રીતે અલગ અલગ વસ્તુની પૂજા કરી વડના વૃક્ષનીસુતરના દોરાથી પ્રદક્ષિણા કરી પતિના દીર્ઘ આયુષ્યની સાથે પરિવાર એક તાંતણે બંધાઈ રહે તે માટેની પ્રાર્થના કરી હતી. સાવિત્રીની પતિ ભક્તિ અને સતીત્વનીને અનુસરીને સમગ્ર દેશમાં મહિલાઓ આ વ્રતની હર્ષોલ્લાસ સાથે ઉજવણી (Celebration of Vad Savitri vows in Patan) કરે છે .પાટણમાં પણ મહિલાઓએ (Vat Savitri Vrat 2022) વિવિધ સ્થળો પર હર્ષોલ્લાસ સાથે વ્રતની પૂજા કરી હતી.
આ પણ વાંચોઃ આ વખતે વટ સાવિત્રીના પર્વ પર સોમવતી અમાસનો યોગ, લાલ નહીં પીળું સિંદૂર મનાય છે શુભ
ઐતિહાસિક અને ધર્મનગરી પાટણમાં (Vat Savitri Vrat 2022) મહિલાઓએ શ્રદ્ધા-ભક્તિ સાથે વટસાવિત્રી વ્રતની પૂજા વિધિ (Celebration of Vad Savitri vows in Patan) કરી પતિના લાંબા આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.