પાટણ: કેન્દ્ર સરકારમાં રાજ્યકક્ષાના નાણા પ્રધાન ડૉ. ભાગવત કરાડ પાટણનાં બે દિવસીય પ્રવાસે છે. આજે બીજા દિવસે નાણાં પ્રધાને સવારની શુભ શરૂઆત પાટણના ઐતિહાસીક કાલિકા માતાના મંદિરે દર્શન કરીને કરી હતી. કાલિકા માતાના દર્શન બાદ વિશ્વ ફલક પર ચમકેલી પાટણની રાણકી વાવની મુલાકાતે ગયા હતા. જ્યાં રાણકી વાવના શિલ્પ સ્થપત્યો અને કલકોતરણી જોઈને તેઓ અભીભૂત થયા હતા. રાણકી વાવની મુલાકાત બાદ તેઓ પટોળા હાઉસ અને વીર મેઘમાયા સ્મારકની મુલાકાત લીધી હતી. ભાગવત કરાડ કાલિકા માતાના મંદિરે દર્શન કર્યા બાદ રાણકી વાવની મુલાકાતે ગયા હતા જ્યાં તેઓએ ટીકીટ ખરીદીને વાવમાં પ્રવેશ કર્યો હતો.
આ પણ વાંચો G20 summit in India: ગાંધીનગર ખાતે 22થી 24 જાન્યુઆરી દરમિયાન યોજાશે ઇન્સેપ્શન મીટિંગ
હિન્દુત્વની આગવી ઓળખ છે રાણીની વાવ: રાણકી વાવની મુલાકાત લેતા ભાગવત કરાડે જણાવ્યું હતુ કે, પાટણની રાણકી વાવ વિશે જે સાંભળ્યું હતું એનાથી પણ વિશેષ આ વાવની સુંદરતા છે. સાત માળની રાણકી વાવ જોઈને ખરેખર ખૂબ આનંદ થયો છે. પાટણના રાણી ઉદયમતીએ રાજા ભીમદેવની યાદમાં બનાવેલ આ ઐતિહાસીક વાવ હિન્દુત્વની એક આગવી ઓળખ સમાન છે. રાણકી વાવના શિલ્પ સ્થપત્યો અને કલકોતરણી જોઈને તેઓ અભીભૂત થયા હતા. નાણાં પ્રધાને પાટણમાં વિવિધ યોજનાઓ થકી લાભાર્થીઓને જે લાભ થયો છે. તેની વાત પણ કરી હતી અને વહીવટીતંત્રને દરેક યોજનાનું 100 ટકા અમલીકરણ થાય તેવું સુચન પણ કર્યું હતુ. પટોળા હાઉસની મુલાકાત બાદ નાણાપ્રધાન સીધા વીર મેઘમાયા સ્મારકની મુલાકાતે ગયા હતા જ્યાં તેઓએ મંદિર બનાવવાના પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું.
આ પણ વાંચો 26 January Gujarat Zankhi: દિલ્હીના કર્તવ્ય પથ પર દેખાશે ગુજરાતની સાંસ્કૃતિક ઝલક.
પટોળાની હસ્તકલા નિહાળી: રાણકી વાવની મુલાકાત બાદ નાણાં પ્રધાન પટોળા હાઉસની મુલાકાતે ગયા હતા. જ્યાં તેઓએ પટોળા બનાવતા પરીવારની સાથે મુલાકાત લઈને પટોળા કઈ રીતે બને છે તેની આખી રીત સમજી હતી અને પરીવારને આટલા અધભૂત પટોળાનું નિર્માણ કરવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા. પટોળા હાઉસની મુલાકાત બાદ ભાગવત કરાડ વીર મેઘમાયા સ્મારકની મુલાકાતે ગયા હતા જ્યાં તેઓએ મંદિર બનાવવાના પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતુ. આ પ્રસંગે સમાજના આગેવાનો દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.