ઉમિયાધામ ઊંઝા ખાતે આગામી 18 થી 24 ડિસેમ્બર સુધી લક્ષચંડી મહાયજ્ઞ યોજાનાર છે. જેને લઈ ઉમિયા માતા મંદિર ટ્રસ્ટ ઊંઝા દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ મહાઉત્સવને લઈ પાટણના પાટીદાર સમાજના લોકોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. સમગ્ર શહેરના મુખ્ય માર્ગો અને હાઇવે માર્ગો પર ઠેર-ઠેર ધજા લગાવવામાં આવી છે. મા ઉમિયાના આ મહાઉત્સવમાં લોકો મોટી સંખ્યામાં ભાગ લે તે માટે જનજાગૃતિના ભાગ રૂપે પાટણ ઉમિયા સંકુલ ખાતેથી ભવ્ય બાઈક રેલી યોજાઈ હતી.
આ રેલીને પાટીદાર સમાજના અગ્રણી એવા ડૉ. જે.કે.પટેલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવી હતી. જેમાં મોટી સખ્યાંમાં પાટીદાર યુવાનો રેલીમાં જોડાયા હતા. રેલી ઉમિયા સંકુલથી પ્રસ્થાન થઈ હાઇવે માર્ગ અને શહેરના મુખ્ય માર્ગો પર ફરી ઉમિયા સંકુલ ખાતે પરત ફરી હતી.