ETV Bharat / state

દિવાળીના 10 દિવસમાં 40,000 વધુ પ્રવાસીઓએ લીધી રાણીની વાવની મુલાકાત, પુરાતત્વ વિભાગને પડી ગયા જલસા - પુરાતત્વ વિભાગ

પાટણમાં ઐતિહાસિક રાણીની વાવમાં (rani ki vav patan) દિવાળીના મિની વેકેશન દરમિયાન 40,000થી વધુ પ્રવાસીઓનો ધસારો (Tourist crowd at rani ki vav patan) જોવા મળ્યો હતો. તેના કારણે પુરાતત્વ વિભાગને (department of archaeology) 15 લાખથી વધુ રૂપિયાની આવક થઈ છે.

દિવાળીના 10 દિવસમાં 40,000 વધુ પ્રવાસીઓએ લીધી રાણીની વાવની મુલાકાત, પુરાતત્વ વિભાગને પડી ગયા જલસા

author img

By

Published : Nov 4, 2022, 3:49 PM IST

પાટણ જિલ્લામાં ઐતિહાસિક રાણીની વાવ (rani ki vav patan) આવેલી છે, જેને નીહાળવા માટે દેશવિદેશમાંથી પ્રવાસીઓ (Tourist crowd at rani ki vav patan) આવતા હોય છે. ત્યારે આ વખતે ફરી દિવાળીની રજાઓમાં (Diwali Vacation) પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો. અહીં 10 દિવસમાં 40,000થી વધુ પ્રવાસીઓએ રાણીની વાવની મુલાકાત લીધી હતી. આના કારણે પુરાતત્વ વિભાગને (department of archaeology) ) 15,00,000 રૂપિયાથી વધુ રૂપિયાની આવક થઈ છે. તો પ્રવાસીઓ વાવની કલા અને કોતરણી જોઈને અભિભૂત થઈ ગયા હતા.

દિવાળી તહેવારમાં ધસારો વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામી વિશ્વ ફલક પર ચમકેલી અને 100 રૂપિયાની ચલણી નોટ પર અંકિત થયેલી પાટણની ઐતિહાસિક રાણીની વાવને (rani ki vav patan) નિહાળવા પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો. અહીં દિવાળીના તહેવારોમાં દેશવિદેશમાંથી પ્રવાસીઓ પાટણના મહેમાન બને છે. ચાલુ વર્ષે પણ તહેવારોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પાટણના મહેમાન બન્યા હતા અને રાણીની વાવના શિલ્પ સ્થાપત્ય તેમ જ કલા કોતરણી નિહાળી અભિભૂત બન્યા હતા.

વિદેશી પ્રવાસીઓ પણ આવ્યા વાવ જોવા

વિદેશી પ્રવાસીઓ પણ આવ્યા વાવ જોવા દિવાળી વેકેશનના 10 દિવસમાં અહીં 39938 ભારતીય અને 62 વિદેશી પ્રવાસીઓ મળી કુલ 40,000થી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. એટલે પુરાતત્વ વિભાગને (department of archaeology)કુલ 16,34,720 રૂપિયાની આવક થઈ છે. ઉલ્લેખનીય છે કે, હજી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે.

દિવાળી તહેવારમાં ધસારો
દિવાળી તહેવારમાં ધસારો

વૈશ્વિક ધરોહરની જાળવણી દરેક નાગરિકની છે ઐતિહાસિક રાણીની વાવની (rani ki vav patan) મુલાકાતે આવેલા અમદાવાદનાં પ્રવાસી ભામિની વ્યાસે જણાવ્યું હતું કે, અહીંના શિલ્પ સ્થાપત્યો અને કલા કોતરણી અદભૂત છે. પુરાતત્વ વિભાગ દ્વારા અહીં સારી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. દરેક વ્યક્તિએ આ ઐતિહાસિક ધરોહરને નિહાળવી જોઈએ. તો મહીસાગર જિલ્લાના પ્રવાસી યોગેશ પંચાલ પણ આ વાવને જોઈ અભિભૂત થયા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ વિશ્વ વિરાસ્તને સાચવવાની જવાબદારી માત્ર સરકારની નથી. દરેક નાગરિકની છે. દરેક વ્યક્તિએ આ ધરોહરને નિહાળી તેના ઇતિહાસ અંગે જાણવું જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.