ETV Bharat / state

પાટણમાં ગાજ્યા મેઘ વરસ્યા નહીં, લોકો ગરમીથી ત્રસ્ત

પાટણ શહેરમાં છેલ્લા બે દિવસથી વાદળોની સંતાકુકડી વચ્ચે અસહ્ય બફારો-ઉકળાટ અને ગરમીથી પ્રજાજનો પરસેવે રેબઝેબ બની આકુળ-વ્યાકુળ બન્યા છે. ત્યારે સાંજના સુમારે ગાજ્યા મેઘ વરસે નહી જેવો ઘાટ સર્જાયો હતો અને માત્ર વરસાદી ઝાપટું પડી ભારે પવન સાથે કાળા ડિબાંગ વાદળો વિખેરાઇ ગયા હતા, જેના કારણે ગરમીથી ત્રસ્ત લોકોની ધોધમાર વરસાદ પડવાની આશા ઠગારી નીવડી હતી.

author img

By

Published : Jul 15, 2020, 8:50 PM IST

પાટણમાં ગાજયા મેઘ વરસ્યા નહીં
પાટણમાં ગાજયા મેઘ વરસ્યા નહીં

પાટણઃ શહેરમાં છેલ્લા બે દિવસથી અસહ્ય ઉકળાટથી લોકો ત્રસ્ત બની વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. સવારે અને સાંજના સમયે વાદળો ઘેરાય છે અને વિખેરાઇ જાય છે, ત્યારે બુધવારે સાંજના સુમારે આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયા હતા અને વરસાદ પહેલા મેઘ ગર્જનાઓ શરૂ થઈ હતી. જેને કારણે હમણાં જ ધોધમાર વરસાદ તૂટી પડશે તેવું વાતાવરણ સર્જાયું હતું, પરંતુ માત્ર વરસાદી ઝાપટું પડી વાદળો વિખેરાઈ જતા ગાજ્યા મેઘ નહીં વરસતા થોડીવારની ઠંડક બાદ ફરી ઉકળાટ શરૂ થયો હતો.

પાટણમાં ગાજયા મેઘ વરસ્યા નહીં, લોકો થયા બફારાથી ત્રસ્ત

પાટણ જિલ્લામાં મેઘરાજા મન મુકીને ન વરસતા વરસાદ માટેની લોકોની અપેક્ષાઓ વધી રહી છે તો બીજી તરફ લોકો ઉકળાટ અને બફારાથી ત્રસ્ત બની રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.