- રાધનપુર પોલીસે વાહન અને મોબાઈલ ચોરી કરતી ટોળકી ઝડપી પાડી
- પોલીસે ચોર ટોળકીના 5 આરોપીની ધરપકડ કરી
- પોલીસે ચોર પાસેથી 9 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો
પાટણઃ જિલ્લાના રાધનપુરમાં પોલીસે વાહન અને મોબાઈલ ચોરી કરતી ટોળકીના પાંચ આરોપી ઝડપાયા છે. આ તમામ આરોપીઓએ પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને અમદાવાદ ગ્રામ્યમાં અનેક ચોરી કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી બાઈક, રીક્ષા, ટ્રેક્ટર સહિત 9.40 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ પણ વાંચોઃ કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના ઘરમાંથી LED TV અને 2 લાખ રોકડ રકમની ચોરી
પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ગુનાઓ ઉકેલ્યા
રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ટ્રેક્ટર, રીક્ષા, બાઈક ચોરીના ગુનાઓ બન્યા હતા, જે ગુનાઓના ઉકેલ માટે રાધનપુર પોલીસે વાહન ચેકિંગ હાથ ધર્યુ હતું, જેમાં મહાદેવ દેવાભાઈ રબારી (રહે. ઉણ તા.કાંકરેજ), અમૃત ધનાભાઈ રબારી (રહે. ઉણ,), અશોક જયંતીભાઈ ઠાકોર (રહે. ધરવડી તા. રાધનપુર), બાલસંગ કાનજીભાઈ (રહે. ભાડિયા), મહેશ મેલાભાઈ ઠાકોર (રહે. નજુપુરા તા. રાધનપુરવાળા)ઓને ઝડપી લઈ સઘન પૂછપરછ કરી હતી. આ શખ્સોએ પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંથી ટ્રેક્ટર, રીક્ષા, ટ્રેક્ટર, ટોલી, મોબાઈલ જેવા વાહનોની ચોરી કર્યાની કબૂલાત કરી હતી, જેને પગલે પોલીસે બે ટ્રેકટર, ત્રણ રીક્ષા, એક ટ્રેક્ટર ટોલી બે બાઈક, 3 મોબાઈલ મળી કુલ 9,40,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Robbery: સુરતના વેલાછા ગામે તસ્કરોએ ગાર્ડ વગરના ATMને બનાવ્યું નિશાન, 8.90 લાખની ચોરી
ચોરીના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી રાધનપુરના
વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા 5 ઈસમો પૈકી 2 બનાસકાંઠાના અને ત્રણ રાધનપુરના હોવાનું સામે આવ્યું છે. જ્યારે શંખેશ્વર તાલુકાના સુબાપુરાના પ્રતાપભાઈ રઘુભાઈ રબારીએ ચોરીના વાહનો ખરીદ્યા હોવાનું બહાર આવ્યું છે.