પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી દ્વારા દર વર્ષે વિવિધ કોલેજો વચ્ચે સ્પર્ધાઓ યોજવામાં આવે છે. જે અંતર્ગત પાટણની ટી.એસ.આર.કોમર્સ કોલેજના યજમાન પદે આંતર કોલેજોની કુસ્તી સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધામાં યુનિવર્સીટી સંલગ્ન 19 કૉલેજોના 95 કુસ્તીબાજોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવ્યુ હતું.
આ સ્પર્ધામાં અલગ અલગ 10 પ્રકારના વજનની કેટેગરીમાં યોજાઈ હતી. વિજેતા થનાર ખેલાડીને આગામી સમયમાં હરિયાણા ખાતે યોજાનાર ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સીટી સ્પર્ધામાં પોતાનુ કૌશલ્ય બતાવશે.