- પાટણમાં સુપર સ્પ્રેડરો (super splendor)ને રસીકરણ પૂરજોશમાં
- રસીકરણ કેન્દ્રો પર લાંબી કતારો લાગી
- વિવિધ દુકાનો અને લારી ગલ્લા પર તપાસ હાથ ધરાઈ
પાટણ: સરકારની સૂચના અનુસાર સુપર સ્પ્રેડરની (super splendor) વ્યાખ્યામાં આવતા તમામ નાના-મોટા વેપારીઓને કોરોના પ્રતિરોધક રસીકરણ હેઠળ આવરી લેવા માટે પાટણ શહેર સહિત જિલ્લામાં રસીકરણ ઝૂંબેશ હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે આરોગ્ય વિભાગ દ્વારા ક્રોસ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને રસી ન લીધી હોય તેવા વેપારીઓને સમજાવી રસી લેવા રસીકરણ કેન્દ્રો ઉપર મોકલી આપવાની કવાયત હાથ ધરાઇ હતી.
સુપર સ્પ્રેડરને રસી આપવાની કામગીરી પુરજોશમાં શરૂ
સુપર સ્પ્રેડરની વ્યાખ્યામાં આવતા તમામ પ્રકારના નાના મોટા વેપારીઓને કોરોના પ્રતિરોધક રસીકરણ હેઠળ આવરી લેવા માટેની ઝુંબેશ 25 જુલાઈથી સમગ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. પાટણ શહેર સહિત જિલ્લાના વિવિધ રસીકરણ કેન્દ્રો પર સુપર સ્પ્રેડર (super splendor) ને રસી આપવાની કામગીરી પુરજોશમાં શરૂ કરવામાં આવી છે. વિવિધ રસીકરણ કેન્દ્રો પર મોટી સંખ્યામાં લોકો કોરોના રસી લેવા પહોંચતા લાંબી કતારો જોવા મળી રહી છે.
આ પણ વાંચો: પાટણ જિલ્લામાં સુપર સ્પ્રેડરને કોરોના રસી આપવામાં આવી
સરકારની સુચના મુજબ કાર્યવાહી કરવામાં આવશે
સરકારની સુચના મુજબ 31 જુલાઇ સુધીમાં મહત્તમ વ્યાપારીઓને આ અભિયાન હેઠળ આવરી લેવા તાકીદ કરાઈ છે. ત્યારબાદ ક્રોસ ચેકિંગ દરમિયાન જે વેપારીઓએ રસી લીધી ન હોય તેઓની સામે સરકારની સુચના મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે પાટણ આરોગ્ય વિભાગે પોલીસ તંત્રને સાથે રાખીને શહેરમાં શાકભાજીની લારીઓ વાળા, ફેરિયાઓ તેમજ દુકાનદારો સહિતના સુપર સ્પ્રેડરોનું ક્રોસ ચેકીંગ હાથ ધર્યું હતું અને આ વેપારીઓએ રસી લીધી છે કે નહીં તેની ચકાસણી કરી હતી. જે વેપારીઓએ ન લીધી હોય તેઓને સમજાવી રસી લેવા રસીકરણ કેન્દ્રો પર મોકલી આપવાની કવાયત હાથ ધરી હતી.
આ પણ વાંચો: Vaccination news: કોરોના વેક્સિન માટે નવસારીના રસીકરણ કેન્દ્રો પર લોકોની લાંબી લાઈનો
પાટણમાં 8,000 પૈકી 6,000 લોકોએ રસી લીધી
પાટણ શહેરમાં 8,000 સુપર સ્પ્રેડરો પૈકી 6,000 લોકોએ રસી લીધી છે. જ્યારે બાકી રહેલા નાના મોટા વેપારીઓને રસી લેવા માટે સુચના આપવામાં આવી છે. તેમ છતાં જો તેઓ રસી નહી લે તો તેઓની સામે સરકારની સુચના મુજબ કાર્યવાહી કરવામાં આવશે.