ETV Bharat / state

પાટણની સરસ્વતી નદી બંને કાંઠે વહેતી થઈ, ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલાયો - Gujarat Samachar

પાટણ જિલ્લામાં (Patan Rain Update) છેલ્લા ચાર દિવસથી ચોમાસું (Monsoon 2021)બરાબર જામ્યું છે, ત્યારે રવિવારે મોડી રાત્રે સિદ્ધપુરમાં છ કલાકમાં અનરાધાર પાંચ ઇંચ વરસાદ (Rain) પડતાં સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે મોહિની નદીનું પણી સરસ્વતી નદીમાં આવતા એક દરવાજો અડધો ફૂટ ખોલી 400 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતુ.

Patan Rain Update: પાટણનો સરસ્વતી નદી ઓવરફ્લો થતા દરવાજો અડધો ફૂટ ખોલાયો

author img

By

Published : Jun 23, 2021, 8:01 AM IST

Updated : Jun 23, 2021, 10:56 AM IST

  • પાટણમાં વરસાદ(Patan Rain Update)ને પગલે સરસ્વતી નદી બન્ને કાંઠે વહેતી થઈ
  • ડેમમાં 800 ક્યુસેક પાણીની આવક થઇ
  • ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલી 400 ક્યુસેક પાણી છોડાયું

પાટણઃ સિદ્ધપુર અને પાલનપુર પંથકમાં ભારે વરસાદ (Patan Rain)પડતા ઉમરદશી અને મોહિની નદીમાં ઘોડાપુર આવ્યા હતા. તેનું પણી સરસ્વતીમાં આતા નદી બંને કાંઠે ખળખળ વહેતી થઇ છે અને સરસ્વતી ડેમ (Patan Saraswati Dam)માં પાણીની આવક થતાં એક દરવાજો અડધો ફૂટ ખોલી 400 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું પ્રથમ વરસાદે સરસ્વતી ડેમમાં પાણીનો સંગ્રહ થતાં એક દરવાજો ખોલવાની ફરજ પડી હતી. જેથી નદી કાંઠાની કેટલાક ગાંમડાઓને એલર્ટ કરાયા હતા.

Patan Rain Update: પાટણનો સરસ્વતી નદી ઓવરફ્લો થતા દરવાજો અડધો ફૂટ ખોલાયો

આ પણ વાંચોઃ ભાવનગરના મહુવા તાલુકાના અનેક ગામમાં ધોધમાર વરસાદ, માલણ નદીમાં આવ્યું ઘોડાપુર

ચોમાસા(Monsoon 2021)ની શરૂઆતમાં જ મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સિદ્ધપુર પંથકમાં 5 અને બનાસકાંઠાના છાપી પંથકમાં 7 ઇંચ વરસાદ ખાબકતા ચારે તરફ પાણી પાણી થયું હતુ. ત્યારે પાટણમાં મુશળધાર વરસાદના કારણે નર્મદા સપાટીને ધ્યાને લઇને સુજલામ સુફલામ કેનાલ મારફતે પાટણની સરસ્વતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લઇ સરસ્વતી ડેમમાં રોજ 300 ક્યુસેક પાણીની આવક થતી હતી. સૂકી સરસ્વતી નદીમાં નવા નીર આવતા લોકોમાં આનંદ છવાયો હતો.

આ પણ વાંચોઃ

Last Updated : Jun 23, 2021, 10:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.