ETV Bharat / state

Patan News: G 20 ના પ્રતિનિધિ મંડળે રાણી કી વાવ અને પટોળા જોઈને આનંદ માણ્યો

G-20 ફાયનાન્સટ્રેકના 10 પ્રતિનિધિઓએ આજે વિશ્વવિરાશત ઐતિહાસિક પાટણની રાણીની વાવ અને હસ્તકલાના બેનમૂન નમુના એવા પટોળા હાઉસની મુલાકાત લીધી હતી. રાણીની વાવના શિલ્પ સ્થાપત્ય અને કલાકોતરણી તેમજ હાથવણાટના પટોળા નિહાળી 5 દેશના પ્રતિનિધિઓ અભિભૂત બન્યા હતા. G-20 પ્રતિનિધિ મંડળની સાથે ભારત સરકારના ફાયનાન્સ વિભાગમાંથી પણ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Patan News: G 20 ના પ્રતિનિધિ મંડળે પાટણની રાણી કી વાવ અને પટોળા નિહાળ્યા

author img

By

Published : Jul 20, 2023, 10:30 AM IST

G 20 ના પ્રતિનિધિ મંડળે પાટણની રાણી કી વાવ અને પટોળા નિહાળ્યા

પાટણ: ભારત માટે G-20ની અધ્યક્ષતા દેશના ઇતિહાસમાં નિર્ણાયક બાબત છે, કારણકે તે આઝાદી કા અમૃત મહોત્સવ સાથે એકરૂપ થશે. ભારતે G-20ની અધ્યક્ષતા પ્રાપ્ત કરી છે અને તમામની સુખાકારી માટે વ્યવહારિક વૈશ્વિક ઉકેલો શોધીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માંગે છે.ત્યારે આજે રશિયા,સ્પેન,ઈટલી, મોરેશિયસ અને ઓમાનથી આવેલ 10 પ્રતિનિધિઓ પાટણની મુલાકાતે આવ્યા હતા. પાંચ દેશના વિદેશી મહેમાનોએ રાણકી વાવ અને પાટણની ઓળખાણ સમાન પટોળા હાઉસની મુલાકાત લીધી હતી. જ્યા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

મહેમાનો સર્કિટ હાઉસ: શિલ્પ સ્થાપત્યો સાથે ફોટો સેશનરાણકી વાવમાં સૌ પ્રથમ મહેમાનોને વાવનો ઇતિહાસ દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવી હતી. ત્યારબાદ મહેમાનો રાણકી વાવની અંદર પ્રવેશ્યા હતાં અને વાવની બેનમૂન કલાને નિહાળી હતી. તેઓએ રૂ.100ની ચલણી નોટ સાથે પણ ફોટો પડાવ્યા હતા.રાણીની વાવના શિલ્પ સ્થાપત્ય કલા કોતરણી અને તે સમયે સ્ત્રીઓના સાજ શણગાર અને શૃંગાર વિશે કંડારવામાં આવેલી પ્રતિમાઓ જોઈને વિદેશી મહેમાનો અભિભૂત બન્યા હતા.ત્યારબાદ વિદેશી પ્રતિનિધિ મંડળ પટોળા હાઉસ ગયા હતાં. જયાં તેઓએ પટોળા કઇ રીતે બને છે. તેની જાણકારી હસ્તકલાના કસબીઓ પાસેથી મેળવી હતી.હસ્તકલાના બેનમૂન નમુના એવા પટોળાની ભાત અને કલરો વિશે જાણકારી મેળવી મંત્રમુગ્ધ થયા હતા.પટોળા હાઉસની મુલાકાત બાદ મહેમાનો સર્કિટ હાઉસ પહોંચ્યા હતાં. જયાં તેઓએ પાટણની ઝાંખી દર્શાવતા પ્રદર્શન નિહાળ્યા હતા.

ચિત્ર અંકિત કર્યું : મુખ્ય ઉદ્દેશ વાવ અને પટોળા નિહાળવાનોG-20 ફાયનાન્સ ટ્રેક મીટીંગના પ્રતિનિધિ મંડળનો પાટણ આવવાનો મુખ્ય ઉદેશ્ય વિશ્વ વિખ્યાત બનેલી રાણકી વાવની મુલાકાત તેમજ પટોળા હાઉસની મુલાકાત કરવાનો હતો. વડાપ્રાધાન નરેન્દ્ર મોદીએ જ્યારથી રૂ.100 ની ચલણી નોટ પર રાણકી વાવનું ચિત્ર અંકિત કર્યું છે. ત્યારથી જ રાણકી વાવ વિશ્વ વિખ્યાત બની છે. તેથી G-20 ફાયનાન્સ ટ્રેક મીટીંગનું પ્રતિનિધિ મંડળ રાણકી વાવ અને પટોળા હાઉસની મુલાકાતે આવ્યું હતુ.પાટણની મુલાકાત બાદ તેઓ મોઢેરા સૂર્યમંદિર નિહાળવા માટે પહોંચ્યા હતા. G-20 ફાયનાન્સ ટ્રેક મીટીંગના પ્રતિનિધિ મંડળની પાટણ મુલાકાતથી પાટણના પર્યટનને વધુ વેગ મળશે.

  1. Patan news : પાટણમાં 26 ઉત્તરવહીઓ ગુમ થવા બદલ યુનિવર્સિટી દોષિતોને બચાવશે કે સજા કરશે ?
  2. Patan News: જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજનામાં પાટણ જિલ્લાના 1796 વિદ્યાર્થીઓનો સમાવેશ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.