ETV Bharat / state

પાટણમાં નેદરા ગામનાં બે દર્દીઓનો સારવાર બાદ ફોલોઅપ રિપોર્ટ પોઝેટીવ આવ્યો - coronavirus news

પાટણ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોના વાઇરસનો એક પણ નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી. ત્યારે અગાઉ 17 એપ્રિલના રોજ કોરોનાની સારવાર બાદ ધારપુર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલા સાત દર્દીઓ પૈકી નેદરા ગામના બે દર્દીઓના ફોલોઅપ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

Etv bharat
patan news
author img

By

Published : Apr 23, 2020, 8:47 PM IST

પાટણઃ પાટણ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોના વાઇરસનો એક પણ નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી. ત્યારે અગાઉ 17 એપ્રિલના રોજ કોરોનાની સારવાર બાદ ધારપુર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલા સાત દર્દીઓ પૈકી નેદરા ગામના બે દર્દીઓના ફોલોઅપ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ બંને દર્દીઓને કોરોના વાઈરસ ફરી ઝપેટમાં લીધાનો સમગ્ર ગુજરાતમાં આ પ્રથમ બનાવ બનતા આરોગ્ય તંત્રમાં ભારે હડકંપ સાથે જિલ્લામાં ખળભળાટ મચ્યો છે.

ધારપુર હોસ્પિટલ ખાતેથી અગાઉ 17 એપ્રિલના રોજ કોરોના વાઈરસની સારવાર લીધા બાદ 7 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અને તેઓને દેથળી ખાતે સ્ટેટ ઇન્સ્ટિટયુટ ઓફ હોટલ મેનેજમેન્ટમાં કવોરોન્ટાન ફેસીલીટીમાં રાખવામાં આવ્યા હતા. જે પૈકી સિધ્ધપુર તાલુકાના નેદ્રા ગામના 55 વર્ષીય મહિલા અને 60 વર્ષીય પુરુષ મળી બંને દર્દીઓના ફોલોઅપ ટેસ્ટ પોઝિટિવ આવતા ફરી વધુ સારવાર માટે આ બંને કોરોના પોઝેટીવ દર્દીઓને ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

આ ઉપરાંત શંકાસ્પદ કોરોના વાઈરસના નિદાન માટે લેવામાં આવેલા ટેસ્ટ સેમ્પલના 60 પેન્ડિંગ રિપોર્ટ પૈકી 25ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા હાઉસ હાઉસ સર્વેની કામગીરી અંતર્ગત 23 એપ્રિલ સુધી 2.48 લાખ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે.

પાટણ જિલ્લામાં કોરોના વાઈરસના નિદાન માટે અત્યાર સુધીમાં કુલ 376 ટેમ્પલ લેવામાં આવ્યા છે. જે પૈકી ધારપુર હોસ્પિટલ ખાતે 231 કોવીડ કેર સેન્ટર ખાતે દેથળી ખાતે 103, કોવિડ હેલ્થ સેન્ટર રાધનપુર ખાતે 26 અને જનતા હોસ્પિટલ પાટણ ખાતે 16 વ્યક્તિઓના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા છે. બહારથી આવેલા મુસાફરો સહિત નર્સિંગ કોલેજ સિધ્ધપુર ખાતે 08 ગ્રામીણ આરોગ્ય કેન્દ્ર ખાતે 28 અને સ્ટેટ ઇન્સ્ટિટયૂટ ઓફ હોટલ મેનેજમેન્ટ સિદ્ધપુર ખાતે 07 એમ કુલ 42 જેટલા લોકોને સરકારી કોરોન્ટાઈનમાં રાખવામા આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.