આજે જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં પાટણ જિલ્લામાંથી કુલ 18018 વિદ્યાર્થીઓનું બોર્ડની પરીક્ષામાં રજિસ્ટ્રેશન થયું હતું. જેમાંથી 17853 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.અને 10627 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે 7226 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.જિલ્લામાં A1 ગ્રેડમાં 77 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જેમાંથી 26 વિદ્યાર્થીઓ બી.એમ.હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ છે. જિલ્લાનું પરિણામ 59.53 ટકા આવ્યું છે. જે ગત વર્ષના પરિણામની સરખામણિએ 2.51 ટકા ઘટ્યું છે.
આજે સમગ્ર રાજ્યમાં પ્રથમ આવેલ શ્લોક પટેલે પોતાની સફળતાનુ શ્રેય શાળા પરિવાર અને માતા પિતાને આપ્યુ હતુ. આ તકે માતા પિતા શાળામાં ઉપસ્થિત રહેતા શાળા પરિવારે તેમનું મોં મીઠું કરાવી સફળતાને બિરદાવતા શુભેચ્છા પાઠવી હતી.