ETV Bharat / state

Suicide: ચાણસ્મા નજીક કેનાલમાં મોતની છલાંગ લગાવનારા માતા,પુત્રી અને બાળકીના મળી આવ્યા મૃતદેહ

પાટણ જિલ્લાના ચાણસ્મા નગરના ભુલાપુરામાં રહેતી માતા-પુત્રીએ માસૂમ ભાણી સાથે રામગઢ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં મોતની છલાંગ લગાવતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી, ત્યારે આજે આ ત્રણેયના મૃતદેહ કેનાલમાંથી મળી આવતા પોલીસે મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે ચાણસ્મા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

બીજા દિવસે ત્રણેયના મૃતદેહો મળી આવ્યા
બીજા દિવસે ત્રણેયના મૃતદેહો મળી આવ્યા
author img

By

Published : May 29, 2021, 11:27 AM IST

  • ચાણસ્માના ભુલાપુરા રહેતી માતા પુત્રીએ કેનાલમાં ઝંપલાવ્યું
  • કોઈ અગમ્ય કારણોસર કેનાલના પાણીમાં ઝંપલાવ્યું
  • બીજા દિવસે ત્રણેયના મૃતદેહો મળી આવ્યા
  • પોસ્ટ મોર્ટમ બાદ મૃતદેહોને પરિવારજનોને સુપરત કરાયા

પાટણ: ચાણસ્માના ભુલાપુરામા રહેતા બાબુલાલ ઉર્ફે દુર્ગાપ્રસાદની પત્ની, પુત્રી માસૂમ 2 વર્ષની ભાણી સાથે ગુરુવારે બપોરે એક્ટિવા પર કોઈ કારણોસર ઘરેથી નીકળ્યા હતા અને ચાણસ્મા નજીક આવેલ રામગઢ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. જેને લઇ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

ચાણસ્માના ભુલાપુરા રહેતી માતા પુત્રીએ કેનાલમાં ઝંપલાવ્યું

આ પણ વાંચો: મોરબી જિલ્લાના અજીતગઢ ગામે એક ખેડૂતે કરી આત્મહત્યા

મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે ચાણસ્મા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા

સ્થાનિક તરવૈયાઓની મદદથી ત્રણેયની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ મોડે સુધી કોઈ સફળતા મળી ન હતી. આજે શુક્રવારે કંબોઈ નજીક કેનાલના પાણીમાં મૃતદેહો પાણી પર તરતા જોતા સ્થાનિક તરવૈયાઓએ ત્રણેય મૃતદેહોને બહાર કાઢી હતી. પોલીસે મૃતદેહોનું પંચનામું કરી પોસ્ટ મોર્ટમ અર્થે ચાણસ્મા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી હતી. પોસ્ટ મોર્ટમ કર્યા બાદ મૃતદેહોને તેના પરિવારજનોને સુપરત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Suicide:ચાણસ્મા નજીક નર્મદા કેનાલમાં માતા-પુત્રીએ માસૂમ ભાણી સાથે મોતની છલાંગ લગાવી

આત્મહત્યાનું કારણ હજી પણ અકબંધ

ચાણસ્માના પટેલ પરિવારની માતા-પુત્રીએ માસૂમ ભાણીને સાથે ક્યા કારણોસર મોતની છલાંગ લગાવી હતી તેનું રહસ્ય હજુ પણ અકબંધ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.