પાટણ : પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે સૌરાષ્ટ્ર પ્રવાસ પૂર્ણ કરી મા અંબાના દર્શન કરી ઉત્તર ગુજરાતનો પ્રવાસ શરૂ કર્યો છે. ત્યારે ગુરુવારે તેઓ સાંજે પાટણ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં પ્રદેશ ભાજપના આગેવાનો, કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શહેરમાં હિંગળાચાચર ચોક ખાતેથી ખુલ્લી બગીમાં પ્રદેશ પ્રમુખ લોકોનું અભિવાદન ઝીલતા પસાર થયા હતા. તેમજ ઢોલ-નગારા સાથે રેલી યોજાઈ હતી, જેમાં ક્યાંક ને ક્યાંક સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળ્યો હતો.
ભારતીય જનતા પાર્ટીની શહેરના મુખ્યમાર્ગો પરથી રેલી નીકળતા શહેરી નાગરિકોમાં ઘટાડો જોવા મળ્યો હતો. સામાન્ય રીતે લોકોને કોઇપણ જાતના સરઘસ કે, મેળાવડા કરવા તંત્ર મંજૂરી આપતું નથી. ત્યારે રાજકીય પાર્ટીના કાર્યક્રમોને આવી કોરોના મહામારીમાં રેલી માટે મંજૂરી આપી છે, તે કેટલા અંશે યોગ્ય કહેવાય તેવો પ્રશ્ન પણ લોકો દ્વારા ઉઠ્યો હતો.