પાટણઃ શહેરમાં લોકડાઉનનો કડક અમલ થાય અને શહેરીજનો અગત્યનાં કામ સિવાય બહાર ન નીકળે તે માટે પોલીસ તંત્ર દ્વારા વિવિધ પોઈન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. છતાં લોકો બહાના બાજી કરી નીકળતા હોય છે. ત્યારે આવા લોકો ઉપર ગાળિયો કસવા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ બગવાડા દરવાજે આવી અહીંથી પસાર થતા વાહનોનાં ચાલકોની તથા રાહદારીઓની પૂછ પરછ કરી હતી. કેટલાકે પોતે દવાખાને અથવા દવા લેવા માટે જતા હોવાનું જણાવતા તેની ખરાઈ માટે જેતે તબીબની ફાઈલો પણ તપાસી હતી. તો કેટલાક બનાવોમાં ડોકટર સાથે ફોન પર વાતચીત કરી હતી. તો કેટલાક વાહનોને ડિટેઇન પણ કર્યા હતા.
![a](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ptn-01-followingthelockdownpatanspcheckedthecarrying-vb-vo-7204891_31032020151022_3103f_01349_97.jpg)