ETV Bharat / state

Russia Ukraine War: યુક્રેનમાંથી પાટણના 12 વિદ્યાર્થીઓ હેમખેમ પરત આવ્યા - સ્પેશ્યલ ફ્લાઇટ

ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા (Operation ganga )શરૂ કરવામાં આવ્યુ છે અને રોજેરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવી રહ્યા છે. ગતરોજ મોડીરાત્રે પાટણ શહેરના 12 જેટલા વિદ્યાર્થીઓ ઇન્ડિયન એમ્બેસી (Indian Embassy )દ્વારા વ્યવસ્થા કરાયેલ સ્પેશ્યલ ફ્લાઇટ મારફતે દિલ્હી પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓ હેમખેમ માદરે વતન પરત આવી રહ્યા છે જેને લઇ પરીવારજનો આનંદની અનુભૂતિ કરી રહ્યાં હતા.

પોતાના દીકરા દીકરીઓને સુરક્ષિત જોઈને માતા પિતાએ રાહતનો શ્વાસ લીધો હતો

author img

By

Published : Mar 4, 2022, 7:41 PM IST

પાટણ: યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને ઓપરેશન ગંગા હેઠળ સરકાર દ્વારા ભારતમાં પરત લાવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત પાટણના 12 વિદ્યાર્થીઓ મોડી રાત્રે હેમખેમ પોતાના ઘરે આવી પહોંચતા પરિવારજનો અને વાલ માતા પિતાએ રાહતનો શ્વાસ લીધો હતો.

યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને ઓપરેશન ગંગા હેઠળ સરકાર દ્વારા ભારતમાં પરત લાવવામાં

પાટણ વિદ્યાર્થીઓ પોલેન્ડથી સ્પેશિયલ ફ્લાઈટમાં સુરક્ષિત દિલ્હી લવાયા

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ (Russia Ukraine War)શરૂ થયું છે જેને લઇને યુક્રેનમાં મેડિકલના અભ્યાસ (Medical studies in Ukraine)અર્થે ગયેલા ભારતીય વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે. આ વિદ્યાર્થીઓને હેમખેમ પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યુ છે અને રોજેરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવી રહ્યા છે ત્યારે ગતરોજ મોડીરાત્રે પાટણ શહેરના 12 જેટલા વિદ્યાર્થીઓ ઈન્ડિયન એમ્બેસી દ્વારા વ્યવસ્થા કરાયેલ સ્પેશ્યલ ફ્લાઇટ (Special flight)મારફતે દિલ્હી પહોંચ્યા હતા અને ત્યાંથી volvo busમાં સિદ્ધપુર અને ત્યાંથી પોતાના ઘરે આવી પહોંચતા સમગ્ર પરિવારમાં ખુશી વ્યાપી હતી. પોતાના દીકરા દીકરીઓને સુરક્ષિત જોઈને માતા પિતાએ રાહતનો શ્વાસ લીધો હતો. આ સાથે સાથે સરકારની આ કામગીરીની વાલીઓએ પણ સરાહના કરી ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

બોર્ડર ઓળંગવા ભારતીય તિરંગો વિદ્યાર્થીઓ નો સહારો બન્યો

યુક્રેનની ટરનોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટીના ચોથા વર્ષમાં અભ્યાસ કરતાં પાટણના અતીત પટેલે જણાવ્યું હતું કે યુદ્ધ નું કાઉન્ટડાઉન શરૂ થતાં જ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને કહ્યું કે આ જગ્યા સલામત નથી તમે અન્ય સ્થળે જતા રહો તેથી વિદ્યાર્થીઓ બેબાકળા બની જે વાહન મળ્યું તેમાં નજીકની બોર્ડરે પહોંચી ગયા હતા પરંતુ યુક્રેન આર્મી (Ukraine Army)દ્વારા બે દિવસ સુધી સરહદ ઓળંગવા ન દેતા બે દિવસ ભૂખ્યા તરસ્યા રહેવું પડ્યું હતું અને ત્રીજા દિવસે અમોને આગળ જવા દીધા હતા પોલેન્ડ બોર્ડર (Poland Border)સુધી પહોંચવા માટે યુક્રેન નાગરિકો પણ મોટી સંખ્યામાં આવી પહોંચતા અફડાતફડી મચી હતી ભારતીય તિરંગા ધ્વજને (Indian flag) કારણે અમને બોર્ડર ઓળંગવામાં સરળતા રહી હતી. ભારતીય વિદ્યાર્થીઓ સિવાય પાડોશી દેશના વિદ્યાર્થીઓ પણ બોર્ડર ક્રોસ કરવા માટે ભારતીય તિરંગા નો ઉપયોગ કરતાં હતાં જેને કારણે બોર્ડર ઉપર મોટી સંખ્યામાં ભીડ એકત્ર થઈ.

મોડીરાત્રે પાટણ શહેરના 12 જેટલા વિદ્યાર્થીઓ ઇન્ડિયન એમ્બેસી (Indian Embassy )દ્વારા વ્યવસ્થા કરાયેલ સ્પેશ્યલ ફ્લાઇટ મારફતે દિલ્હી પહોંચ્યા

આ પણ વાંચો: Russia Ukraine War: મોરબીનો કુલદીપ દવે પણ અન્ય વિદ્યાર્થીઓ સાથે રોમાનિયા બોર્ડર પર ફસાયો

ભારત સરકાર નાટો માં તટસ્થ રહેતા યુકેન સરકારે વિદ્યાર્થીઓને અટકાવ્યા હતા

યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં થી ભારે સંઘર્ષ બાદ માદરે વતન પરત આવેલી પાટણની નિયતિ પટેલે યુદ્ધની પરિસ્થિતિ વર્ણવતા જણાવ્યું હતું કે 25મી ફેબ્રુઆરીએ યુદ્ધ નું કાઉન્ટડાઉન શરૂ થતાં જ અમે યુનિવર્સિટી છોડવાનો નિર્ણય કરી સરહદે જવા નીકળી ગયા હતા પરંતુ ભારત સરકાર નાટોમાં (NATO: The North Atlantic Treaty Organization) તટસ્થ રહેતા યુક્રેન સરકારે અમને પોલેન્ડની સરહદ ઓળંગતા અટકાવ્યા હતા જેથી અમારે ત્યાં રોકાવું પડ્યું હતું પરંતુ રાજદારી વાટાઘાટો બાદ અમને પોલેન્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો જ્યાં ઇન્ડિયન એમ્બેસીના અધિકારીઓ એ અમારી પૂરતી તકેદારી રાખી હતી અને મેડિકલ જમવાની તેમજ હોટલમાં ઉતારાની વ્યવસ્થા કરી આપી હતી ત્યારબાદ ફ્લાઇટ દ્વારા દિલ્હી ઉત્તરાયણ કરાવ્યું હતું જ્યાં પણ જે તે રાજ્યના સક્ષમ અધિકારીઓની ટીમ હાજર હતી ગુજરાતની ટીમે અમને વોલ્વો બસ મારફતે ગુજરાત લાવી સિદ્ધપુર ખાતે અમારા વાલીવારસોને સુપ્રત કર્યા હતા .

પરીવારજનો આનંદની અનુભૂતિ કરી રહ્યા હતા

ભારત સરકારની ત્વરિત કામગીરીને કારણે યુક્રેનમાં ફસાયેલા પાટણ સહિત દેશના અન્ય ભાગો ના વિદ્યાર્થીઓ હેમખેમ માદરે વતન પરત આવી રહ્યા છે જેને લઇ પરીવારજનો આનંદની અનુભૂતિ કરી રહ્યા છે.સાથેજ વિદ્યાર્થીઓ પણ સરકારની આ ઉમદા કામગીરીની સરાહના કરી રહ્યા છે.

આ પણ વાંચો: Indian Students Stuck In Ukraine: રશિયા-યુક્રેનના યુદ્ધના કારણે પોલેન્ડમાં ફસાયો અમદાવાદી યુવાન, પૈસા ખૂટતાં 20 કિલોમીટર ચાલીને પહોંચ્યો પોલેન્ડ બોર્ડર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.