ETV Bharat / state

પાંટણના હારિજમાં લૂંટારુંઓનો આતંક, 5 બુકાનીધારીઓએ આંગડિયા પેઢીમાંથી 7 લાખ રૂપિયાની લૂંટ કરી - હારિજ પોલીસ સ્ટેશન

પાટણમાં હવે લૂંટારુઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે હારિજમાં શુક્રવારે મોડી સાંજે 5 અજાણ્યા બુકાનીધારી શખ્સે આંગડિયા પેઢીમાં લૂંટ ચલાવી હતી. લૂંટારુઓ 7 લાખ રૂપિયાની લૂંટ કરી ફરાર થયા હતા. જોકે, પોલીસે ઘટનાસ્થળે પહોંચી આજુબાજુના અને હાઈવેના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

પાંટણના હારિજમાં લૂંટારુંઓનો આતંક, 5 બુકાનીધારીઓએ આંગડિયા પેઢીમાંથી 7 લાખ રૂપિયાની લૂંટ કરી

author img

By

Published : Aug 28, 2021, 9:03 AM IST

  • હારિજની પી.એમ. આંગડિયા પેઢીમા 5 બુકાનીધારી લૂંટારુંઓએ કરી લૂંટ
  • આંગડિયા પેઢીમાં મોડી સાંજે એકાએક લૂંટારૂઓ ઘૂસી આવ્યા
  • પેઢીના ટેબલ પર પડેલા રૂપિયા ભરેલો થેલો કર્મચારી સાથે મારઝૂડ કરી ઝૂંટવી ગયા
  • ભર બજારમાં ભીડવાળી જગ્યાએ આવેલી આગડીયા પેઢીને બનાવી નિશાન
  • આંગડિયા લૂંટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

પાટણઃ હારિજમાં શુક્રવારની મોડી સાંજે 5 અજાણ્યા બુકાનીધારી શખ્સોએ આંગડિયા પેઢીમાં ઘૂસી અંદાજે રૂપિયા 7 લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ બનાવને પગલે વેપારીઓ અને શહેરીજનોમાં ફફડાટ ફેલાયો હતો. ત્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચી આજુબાજુના તેમ જ હાઈવેના સીસીટીવી કેમેરાના (CCTV Camera) ફૂટેજના આધારે લૂંટારૂઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ભર બજારમાં ભીડવાળી જગ્યાએ આવેલી આગડીયા પેઢીને બનાવી નિશાન

આ પણ વાંચો- અંજારમાં આંગડિયા પેઢીના સંચાલક પાસેથી 60 થી 65 લાખની લૂંટ ચલાવાઈ

કર્મચારીને માર મારી લૂંટારું રોકડ રકમ ભરેલો થેલો લઈ ગયા

આ અંગે મળતી માહિતી અનુસાર, પાટણ જિલ્લાના હારિજ નગરમાં આવેલી પી.એમ. આંગડિયા પેઢીમાં શુક્રવારની મોડી સાંજે કર્મચારીઓ રોજના નિયમ પ્રમાણે કામ કરી રહ્યા હતા. તે દરમિયાન 5 બુકાનીધારીઓ એકાએક આંગડિયા પેઢીમાં ઘૂસી આવ્યા હતા અને પોતાની પાસે રહેલા હથિયાર આંગડિયા પેઢીના કર્મચારીઓ સામે ધરી દીધા હતા, જેથી પેઢીના કર્મચારી પાસે રહેલી રોકડ રકમ ભરેલો થેલો કર્મચારીને મારમારી ઝૂંટવી લઈ લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે પેઢીના કર્મચારીઓએ બૂમાબૂમ કરતાં આસપાસમાંથી લોકો એકત્ર થઈ ગયા હતા અને લૂંટારુઓની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ ત્યાં સુધી લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા. આંગડિયા પેઢીમાં થયેલી લૂંટની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં ક્યાં થઈ છે. લૂંટની જાણ થતાં પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને આસપાસના તેમ જ હાઈવેના સીસીટીવી કેમેરાના (CCTV Camera) ફૂટેજના આધારે જિલ્લામાં નાકાબંધી કરી લૂંટારૂઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો- સિદ્ધપુર આંગડિયા લૂંટના વધુ પાંચ આરોપીઓની કરાઈ ધરપકડ

લૂંટને લઈ વેપારીઓને નગરજનોમાં ફફડાટ

આંગડિયા પેઢીમાં થયેલી લૂંટના કારણે પેઢીના કર્મચારીઓ દ્વારા હારિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જોકે, ભર બજાર વચ્ચે થયેલી લૂંટને પગલે નગરજનો અને વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.